Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સરકારી કચેરી-શાળાઓ-કોલેજો- એપાર્ટમેન્ટો સહિતના ૮૧ સ્થળોએ મચ્છરોના ઘરઃ ૪૫ હજારનો દંડ

જિલ્લા સેવા સદન, પી.જી.વી.સી.એલ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ, અંબીકા એપાર્ટમેન્ટ, ડી.એચ.કોલેજ, આર.ટી.ઓ ઓફીસ, શિહાર હાઇસ્કુલ તથા મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ સહિતનાં સ્થળોએ મચ્છરોનાં પોરા અને મચ્છરની ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા દંડ અને નોટીસ પાઠવી

રાજકોટ, તા. ૨૧ : મ્યુ. કોર્પોરેશનની મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગચાળો અટકાવવા  શહેરના જુદાજુદા વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ  બાંધકામ સાઇટ સરકારી કચેરરીઓ, સ્કુલો, ધાર્મિક સ્થળો સહિતનાં ૧૫૨સ્થળોનું ચેકીંગ કરવામાં આવ્યુ હતું. આ ચેકીંગ દરમિયાન ૮૧ સ્થળોએ મચ્છરનાં પોરા મળી આવતા નોટીસ તથા રૂ.૪૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશન સત્ત્।ાવાર યાદીમાં જણાવ્યા મુજબ  શહેર ડેન્ગ્યુ રોગ માટે સંવેદનશીલ છે. ડેન્ગ્યુ ફેલાવતા મચ્છર ચોખ્ખા અને સ્થિર પાણીમાં ઉત્પન્ન થાય છે. હાલ ડેન્ગ્ય વિરોધી માસ અને ચોમાસા ઋતુને અનુલક્ષીને શહેરના તમામ વોર્ડમાં બાંધકામ સાઇટ તપાસવામાં આવેલ. બાંધકામ સાઇટમાં લિફટના ખાડા, સેલરમાં અન્ય બાંધકામ થયેલ વરસાદી પાણી જમા હોય છે. અને આવા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં ડેન્ગ્યુ ફેલાવતા એડિસ મચ્છરની ઉત્પત્ત્િ। જોવા મળે છે. હાલ બાંદ્યકામ સાઇટના મજુરો આવી સાઇટ ૫ર રહેતા હોવાથી જો એડીસ મચ્છરની ઉત્પત્ત્િ। હોય, તો તેઓને ડેન્ગ્યુ રોગ થવાનો જોખમ રહે છે. આથી ૧૮ વોર્ડમાં ઝુંબેશના ભાગરૂપે  શહેરનાં વિવિધ વિસ્તારમાં આવેલ  બાંધકામ સાઇટ અને હોસ્પિટલો, સરકારી કચેરીઓ તથા સ્કુલો, ઔદ્યોગિક તથા રહેણાંક  સહીતનાં  ૧૫૨સ્થળોએ ચેકીંગ કરવામાાં આવ્યુ હતુ.

આ ચેકીંગ દરમિયાન મહાદેવ ઇન્ડસ્ટ્રીઝ – કોઠારીયા મેઇન રોડ  , બી.એસ.એન.એલ. – માલઘારી સોસા પાસે, , આર.ટી.ઓ. ઓફીસ – માર્કેટીંગ યાર્ડ મેઇન રોડ,  સમય ટાયરવાળા – મનહર સોસા. – ર , મહેશભાઇ લીંબાસીયા ગોડાઉન – મનહર સોસા. – ૧, લક્ષ્મણ રેસીડેન્સી, અક્ષરનગર મે. રોડ , વ્રજદ્યામ એસોસીએસન – શાંતીનગર રૈયાદ્યાર , ટાઇટન ૫૪ – સીલ્વરસ્ટોન મે. રોડ ,  લેન્ડમાર્કે – અમીન માર્ગ, ત્રીશા બંગ્લો પાસે,  ઓરનેટ વન – સીલ્વરસ્ટોન મે. રોડ, પ્રાદેશીક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા – યુની રોડ , સૌરાષ્ટ્ર કેન્સર કેર અને રીર્સચ કેન્દ્ર – યુની. કેમ્પ પાસે , શિહાર હાઇસ્કુલ – યુનીવરસીટી રોડ , આર. કે. પ્રાઇમ – ર – બાલાજી હોલ, ૧૫૦ ફુટ રીંગ રોડ , પી.જી.વી.સી.એલ. – કનક રોડ , જિલ્લા સેવા સદન – શ્રોફ રોડ, જેટકો સરકારી ઓફીસ – રૈયાદ્યાર , ગર્વમેન્ટ પોલીટેકનીક – ભાવનગર રોડ આજીડેમ ચોકડી ,         જીલ્લા નોંદ્યણી ભવન – જુની કલેકટર કચેરી, શિવઆસ્થા રેસીડેન્સી – મોરબી રોડ (બાંઘકામ સાઇટ) , ડી.એચ. કોલેજ – યાજ્ઞીક રોડ, જીલ્લા પંચાયત – રેસકોર્ષ રોડ  , એ. જી. ઓફીસ – રેસકોર્ષ રોડ ,       નાયક કાર્યપાલક ઇજનેર કચેરી – યાજ્ઞીક રોડ , પી.જી.વી.સી.એલ. કચેરી – ખોડીયાર૫રા , અંબીકા એપાર્ટમેન્ટ – જાગનાથ, સાનીઘ્ય એપાર્ટમેન્ટ – જાગનાથ, જેટકો કેવી. સબ સ્ટેશન, ખોડીયારનગર મેઇન રોડ , પી.જી.વી.સી.એલ. કચેરીની અંદર બાંદ્યકામ સાઇટ - ખોડીયારનગર મેઇન રોડ, જલારામ ચીકી – ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયાટેલીફોન એક્ષચેનજ – ૧૫૦ ફુટ રીંટ રોડ સહિતનાં ૮૩ સ્થળઓે મચ્છરોનાં પોરા  જોવા મળતાનોટીસ અને રૂા.૪૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અન્વયે આરોગ્ય અધિકારી ડો. રિંકલ વિરડીયા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પી. પી. રાઠોડ તથા બાયોલોજીસ્ટ વૈશાલીબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ રૂપે બાંધકામ સાઇટો ૫ર મચ્છર ઉત્પતિ સ્થાનોના નાશ અંગેની કામગીરી કરવામાં આવેલ.

(4:27 pm IST)