Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

પુસ્તક અવલોકન ધન્વી-માહી

કાયદાકીય માહિતીનો રસથાળ પીરસતુ દળદાર મેગેઝીન 'લેન્ડ લોઝ જજમેન્ટસ્'

શીર્ષકઃ- લેન્ડ લોઝ જજમેન્ટસ્

લેખકઃ -નજમુદીન મેઘાણી

     (એડવોકેટ એન્ડ નોટરી)

પ્રકાશકઃ-રેઇન્બો પબ્લિેકશન

     સુરત-૩૯૫૦૦૧

પ્રપ્તિસ્થાનઃ- મોહનલાલ ડોસાભાઇ શાહ

                બુકસેલર, નાગરીક બેંક

                (મેઇન)ની સામે, જયુબેલી

                માર્કેટ રોડ રાજકોટ ૩૬૦૦૦૧

                મો. ૯૩૭૪૧ ૦૩૬૯૬

કાયદાકીય જ્ઞાન, માહિતી અને જાણકારી પુરી પાડતું ગુજરાતી ભાષામાં પ્રસિધ્ધ થતું ગુજરાતનું અગ્રગણ્ય માસિક 'લેન્ડ લોઝ જજમેન્ટસ્'ગુજરાતમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે. નામદાર સુપ્રિમ કોર્ટ તેમજ દેશભરની તમામ નામદાર હોઇકોર્ટો દ્વારા નિર્ણિત મહત્વના ચુકાદાઓ, કેસની સમરી તથા ઉપયોગી મહત્વપૂર્વ પરિપત્રો અને માહિતીસભર લેખો સહિતનું દળદાર મેગેઝિન છે. અનુભવી અને કાયદાકીય વિષયનાં નિષ્ણાંત એડવોકેટશ્રી નજમુદ્દીન મેઘાણીના માર્ગદર્શન હેઠળ આ માહિતીસભર માસિક ભવિષ્યમાં પણ લોકોપયોગી બની રહે તેવા હેતુથી રેઇન્બો પબ્લિેકશન દ્વારા દર મહિને પ્રસિધ્ધ કરવામાં આવે છે.

સ્થાવર મિલકતને સંબંધિત કાયમી મનાઇ હુકમ અને માલિકી હકકની જાહેરાતના દાવા માટેના આવશ્યક તત્વો પર આધારિત કેસો, સરકારી જમીનોની ફાળવણીમાં આચવાામં આવેલ ગેરરીતિ, ઢીલાશ અને મેળાપીપણાના પરિણામો દર્શાવતા કેસ, આ ઉપરાંત અન્ય ખુબ જ મહત્વના કાયદાકીય જ્ઞાન આપતાં ચુકાદાઓ ઉપરાંત રાજ-બરોજના જીવનમાં વ્યવહાર રીતે ઉપયોગી બની રહે અને કાયદાની સાચી સમજ તથા માહિતી સરળ ગુજરાતી ભાષામાં આવરી લેવામાં આવે છે. લવાજમ ૧ વર્ષ રૂા. ૩૦૦૦ છે.

(4:24 pm IST)