Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મારવાડી યુનિવર્સીટી ફેકલ્ટી દ્વારા ઓનલાઈન ટીચિંગનો સર્ટીફીકેટ કોર્સ

મારવાડી યુનિવર્સિટી એન્જિનિરીંગ, સાયન્સ કોમર્સ, તથા હુમેનીટીઝના પ્રવાહમાં કોર્સ ઓફર કરે છે, જેના ઓનલાઇન ટીચિંગ માટે છે દરેક પ્રોફેસર થયા સક્ષમ

રાજકોટ, તા. ર૧  : ઓનલાઇન શિક્ષણ કેવી રીતે આપવું તે માટે ગતિશીલ અભિગમ અપનાવીને, ગુજરાતમાં સ્થિત અગ્રણી યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટીએ ફેકલ્ટી માટે અપસ્કિલિંગનો કોર્સ કરવાનું ફરજિયાત બનાવ્યુ છે. આ પહેલનો હેતુ તમામ પ્રોગ્રામ્સમાં ફેકલ્ટી દ્વારા લેવાતા ઓન લાઈન લેકચર્સ ને અસરકારક અને વધુ સક્ષમ બનાવવાનો છે, જેથી દરેક વિદ્યાર્થીઓને આ પ્રકારના ઓનલાઇન ટીચિંગનો સંપૂર્ણ લાભ મળે. મારવાડીના શિક્ષકોએ આ અપસ્કીલિંગ સર્ટિફિકેટ અભ્યાસક્રમ આઈઆઈટી બોમ્બે, યુનિવર્સિટી ઓફ ન્યુ સાઉથ વેલ્સ, કોર્સેરા, આઇઆઇટી બોમ્બે અને યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા (ડિવીઝન ઓફ કન્ટિન્યુએંગ એજયુકેશન) જેવી નામી સંસ્થાઓ માંથી લીધો છે જેનો વિદ્યાર્થીઓને ખુબજ ફાયદો થશે.

મારવાડી યુનિવર્સીટીની બીઝનેસ મેનેજમેન્ટ, લિબરલ સ્ટડીઝ, એન્જીનીયરીંગ, ફીઝીયોથેરેપી, ફાર્મસી, લો, કમ્પ્યુટર એપ્લીકેશન, તથા સાયન્સની ફેકલ્ટી દ્વારા આ પ્રકાર ની ટ્રેનીંગ લેવામાં આવી છે અને હાલ તેવો આ અનુભવ ના આધારે ઓન લાઈન લેકચર્સ લઇ રહ્યા છે.

આ કોર્સના ભાગરૂપે લર્નિંગ ટુ ટીચ ઓનલાઇન, મલ્ટી- મોડલ લીટરસી, કમ્યુનિકેશન ઈન ધી એરા ઓફ ડીજીટલ મીડિયા, વર્ચુઅલ ટીચર, ટ્રાનઝીશનિંગ ટુ ઓનલાઇન ટીચિંગ, એડવાન્સ ઇનસ્ટકશનલ સ્ટ્રેટેજી જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે જે આ સર્ટિફિકેટ  કોર્સનો ભાગ હતા. મારવાડી યુનિવર્સિટીની આ પહેલ નવા શૈક્ષણિક સત્રમાં વિદ્યાર્થીઓને ઓન લાઈન ટીચિંગ દ્વારા ભણવામાં વધુ મદદ કરશે અને ચોક્કસપણે સરળ ઓનલાઇન શિક્ષણ પ્રદાન કરશે.

(4:23 pm IST)