Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

પાનની દુકાન, પ્રોવિઝન સ્ટોર, ટી-સ્ટોલ અને દૂધની ડેરી બહાર સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ : પ૦ પકડાયા

બીનજરૂરી ઘરની બહાર નીકળનારા તથા રીક્ષામાં વધુ મુસાફરોને બેસાડવનારા ચાલકો પણ દંડાયા

રાજકોટ, તા. ર૧ :   કોરોના મહામારીના લીધે સંક્રમણના કારણે વધી રહેલા કેસોથી શહેરમાં ચિંતા વધી રહી છે. તેમ છતાં હજુ પણ કેટલાક લોકો જાગૃત થવા તૈયારી નથી જેથી પોલીસ પણ રાત્રે કર્ફયુની કડક અમલાવારી શ રૂ કરી છે. જેમાં અલગ-અલગ વિસ્તારમાં પાનની દુકાન, પ્રોવિઝન સ્ટોર, ટી-સ્ટોલ અને દુધની ડેરીમાં માસ્ક પહેર્યા વગર વેપાર કરતા અને દુકાન બહાર સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવાનારા વેપારીઓ તેમજ રીક્ષામાં બે થી વધુ મુસાફરોને લઇને નીકળતા ચાલકો સહિત પ૦ લોકોને પકડી કાર્યવાહી કરી હતી.  જેની વિગતો હવા મુજબ છે.

એ-ડીવીઝન પોલીસે ગરીબી ચોક કોટક શેરીમાંથી કીરીટ બાબુલાલ ગોહેલ, ગુંદાવાડી ચોકમાં માસ્ક પહેર્યા વગર નીકળી જાહેરમાં મુકતા ભાવેશ છોટાલાલ માંડલીયા, મહિલા કોલેજ ચોકમાંથી સાગર મહેશભાઇ મહેતા, ત્રિકોણબાગ પાસેથી નીતિન બાબુભાઇ ચૌહાણ, ફર્કયુ ભંગ કરનાર મહેશ પ્રભાતભાઇ ચાવડીયા  તથા બી-ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી પાસે જી.જે. ૩ ઇકયુ-પર૩૯ નંબરનું બાઇક લઇને નીકળેલા હાર્દિક પ્રવિણભાઇ ભલસોડ, કુવાડવા રોડ પર બાલાજી પાર્ક પાસે દુકાનમાં ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર અશોક લીંબાભાઇ પટેલ, પરેશ લાલજીભાઇ ડોબરીયા તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ પર અજય મનોજભાઇ રામાનંદી, ચુનારાવાડ ચોક પાસે જય અંબે પાન નામની દુકાન બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ જાળવી માસ્ક ન પહેરનાર ધીરૂ રણછોડભાઇ બારૈયા, પ્રવિણ બચુભાઇ વાણીયા તથા થોરાળા પોલીસે ચુનારાવાડ ચોક પાસેથી ચામુંડા ધુધરા નામની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સ નહી જાળવી માસ્ક અને ગ્લોઝ ન પહેરી વેપાર કરતા અજય વિનુભાઇ સદાદીયા, દૂધ સાગર રોડ પર ગાત્રાળ ટી સ્ટોલ નામની દુકાનમાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી માસ્ક અને હાથમાં ગ્લોઝ નહીં પહેરલી વેપાર કરતા કિશન મહેશભાઇ મકવાણા, લગધીર લખમણભાઇ ધોળકીયા, ચુનારાવાડ ચોકમાંથી વિનોદ પુરારામ કુકળ, પ્રિતેશ નાથાભાઇ સગપરીયા, રવી ત્રિકમભાઇ નોડાશીયા, ધારૂ કરમણભાઇ જોગરાણા, અશોક કિશનભાઇ પરમાર, પિયુષ ગોરધનભાઇ છાટબાર, તથા ભકિતનગર પોલીસે ગાયત્રીનગર મેઇન રોડ પર સીતારામ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન ઙ્ગબહાર ગ્રાહકો ભેગા કરનાર નિલેશ ઓધવજીભાઇ બારૈયા, પીપળીયા હોલ મેઇન રોડ પર રામેશ્વર ચોકમાં મોબાઇલ ટી-સ્ટલ બહાર ગ્રાહકો વચ્ચે સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવનાર તેજસ લક્ષ્મણભાઇ ડાભી, દેવપરા મેઇન રોડ પ્રણામી ચોક પાસેથી મોહસીન હારૂનભાઇ ડેલા, અદનાત જાહીદભાઇ અજમેરી, ફીરોઝ બોદુભાઇ હેરંજા તથા કુવાડવા રોડ પોલીસે નવાગામ આણંદપર પાછળથી પારસ લાલાભાઇ મુંધવા, તથા આજીડેમ ચોકડી પાસેથી રીક્ષામાં ચાર પેસેન્નર બેસાડવનાર જીતેન્દ્ર ઉર્ફે જીતુ બચુભાઇ લાડવા તથા બીજી રીક્ષામાં પાંચ પેસેન્જર બેસાડી નીકળેલા મનોજ રમેશભાઇ દેવમુરારી તથા માલવીયાનગર પોલીસે દોઢસો ફૂટ રોડ પર ઉમીયા ચોક પાસેથી કલ્પેશ વિનુભાઇ સાવલીયા, તથા પ્રનગર પોલીસે જંકશન પ્લોટ મેઇન રોડ દુકાન બહાર ગ્રાહકો ભેગા કરનાર સન્મુગુલારામ આસુદાણી, બહુમાળી ભવન ચોકમાંથી અશોક નારણભાઇ પટેલ, મગન ગોપાલભાઇ પટેલ, અશોક નારણભાઇ બુટાણી, દીપક કાનજીભાઇ પુજારા, જંકશન પોલીસ ચોકી પાસેથી રીક્ષામાં બે થી વધુ મુસાફરોને બેસાડી નીકળેલા યાીન નુરમહંમદભાઇ ટ્રાયા, ડોકટર હેડગેવાર ટાઉનશીપ પાસે પરમાર મેન્સવેર નામની દુકાન રાત્રે ખુલ્લી રાખી વેપાર કરનાર કેતન હર્ષદભાઇ પરમાર, શારદા બાગ, પાસેથી વિજય દિનેશભાઇ ધાવરી, હાર્દિક હસુભાઇ મોરધરા, જંકશન પોલીસ ચોકી સામેથી સંતોષ રામસ જીવન મીશ્રા તથા ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી પાસેથી કિશન પ્રફુલભાઇ નાગર, ભરત વિનુભાઇ વિરડા, તથા તાલુકા પોલીસે ૪૦ ફૂટ રોડ શ્રીનાથજી સોસાયટીમાં શ્રી ખોડલ પ્રોવીઝન સ્ટોર નામની દુકાનમાં ગ્રાહકો એકઠા કરનાર ભાવેશ વલ્લભભાઇ સખીયા, મારૂતી ચોક પાસે પટેલ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકાન પાસે ગ્રાહકો એકઠા કરનાર ચંદ્રેશ ડાયાભાઇ ભલાણી, મોટા મવા ગામ પાસે મનિષ પરસોતમભાઇ મેઘાણી વાવડી ચોક પાસેથી નીશાંત જગદીશભાઇ ભરડા, કટારીયા ચોકડી પાસેથી કૌશીક જીવાભાઇ ચકોરીયા તથા યુનિવર્સિટી પોલીસે શાસ્ત્રીનગર શેરી નં.૧૩ માંથી દુકાન બહાર ગ્રાહકો ભેગા કરનાર મહેશ હરીભાઇ ડાંગર, નાણાવટી ચોક મેઇન રોડ પરથી ભરત છગનસિંહ પુરોહિતને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:22 pm IST)