Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

જીવરાજપાર્કના ફલેટમાં, જડેશ્વર અને મવડી પ્લોટના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : જુગાર રમતા ૨૧ ઝડપાયા

શ્રાવણ માસના પ્રથમ દિવસે જુગારીઓ પર પોલીસની ઘોંસ : તાલુકા પોલીસે મોટા મવા ગામમાંથી ચાર, ભકિતનગર પોલીસે રામેશ્વર સોસાયટીના મકાનમાંથી આઠ અને કુવાડવા પોલીસે જીઆઇડીસી સામે ઝુપડામાંથી પાંચને પકડયા : એએસઆઇ વિજયસિંહ ઝાલા, પ્રદિપસિંહ અને તોરલબેન જોષીની બાતમી

રાજકોટ, તા.૨૧: શ્રાવણ માસના પ્રથમ દિવસે શહેરના જીવરાજપાર્કના ફલેટમાં, જડેશ્વર સોસાયટી અને મવડીપ્લોટમાં આવેલા મકાનમાં ક્રાંઇમ બ્રાંચે અને પેરોલ ફરલો સ્કવોડે જુગારધામ પર દરોડો પાડી ૨૧ શખ્સોને અને તાલુકા પોલીસ મોટા મવા ગામમાંથી ચાર અને ભકિતનગર પોલીસે રામેશ્વર સોસાયટીના મકાનમાંથી આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી જયદીપસિંહ સરવૈયા, એસ.આર.ટંડલની સુચનાથી શ્રાવણ માસની શરૂઆતના પ્રથમ દિવસે પેરોલ કરેલા સ્કવોડના પીએસઆઇ એમ.એસ.અંસારી, કૃષ્ણદેવસિંહ, અજરૂદીન બુખારી, પ્રદિપસિંહ ગોહીલ, અનીલસિંહ, ગોહીલ, મહિલા કોન્સ સોનાબેન મુળીયા સહિત પેટ્રોલીંગમમાં હતા ત્યારે કોન્સ કૃષ્ણદેવસિંહ, પ્રદીપસિંહ અને અઝહરૂદીનભાઇ બુખારીને મળેલી બાતમીના આધારે જડેશ્વર વેલનાથ મેઇન રોડ પર ચામુંડા પાનની સામે મકાનમાં દરોડો પાડી મકાન માલીક વનરાજ કાનાભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) (રહે. શ્રધ્ધા વેલનાથ જડેશ્વર મુરલીધર ચોક ૩૦ ફુટ રોડ) તથા હુડકો ચોકડી શેરી નં.૧ રામનગરના બાબુ લાલજીભાઇ શીખળ (ઉ.વ.૩૬) જડેશ્વર વેલનાથપરા શેરી નં.૧ના રવુ પોલાભાઇ ધાંધલ (ઉ.વ.૪૦), વેલનાથપરાના લાખા હાજાભાઇ ડાંગર (ઉ.વ.૩૪), આનંદનગર મેઇન રોડ શેરી નં.એલ/૨૯ના દેવેન્દ્રસિંહ સુર્યદેવસિંહ ઝાલા (ઉ.વ.૩૨) અને વેલનાથપાર્ક કોઠારીયા ચોકડીના અલ્પેશ અર્જુનભાઇ ગોહીલ (ઉ.વ.૩૧)ને પકડી લઇ રૂ.૧૩૧૨૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. જયારે જડેશ્વર વેલનાથ મેઇન રોડ પરના સુભાષ દેહલભાઇ આહીરની શોધખોળ આદરી છે.

ત્યારે બીજા દરોડામાં ક્રાંઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ અમીતભાઇ અગ્રાવત સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે જીવરાજપાર્ક કેવલમ બંગલો પાસે આવેલ આઇકોન હીલ વ્યુહ એપાર્ટમેન્ટમાં પટેલ મહિલાના ફલેટમાં દરોડો પાડી ફલેટ નં.૧૦૨માં રહેતા ભાનુબેન દીનેશભાઇ ભંડેરી (ઉ.વ.૫૧), સાધુવાસવાણી રોડ પર નવુ જનકપુરી એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૬ના મંજુલાબેન નવીનભાઇ કાલરીયા (ઉ.વ.૬૦) કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ પાછળ જયોતીનગર ચોક અમૃતનગર શેરી નં.૩ના જયોત્સનાબેન અરવિંદભાઇ રંગાણી (ઉ.વ.૪૦) જીવરાજપાર્ક પાસે સમન્વય એપાર્ટમેન્ટ ફલેટ નં.૧૦૨ના ચંપાબેન પરસોતમભાઇ કાથરોટીયા (ઉ.વ.૬૨), રૈયાધાર પાસે ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ બ્લોક નં.સી-ર ડ્રીમ સીટી એપાર્ટમેન્ટ બ્લોક નં. સી-ર, બ્લોક નં.(૨૦૧ના ચંદ્રીકાબેન મહેન્દ્રભાઇ નીમાવત (ઉ.વ.૫૫), ઇન્દીરા સર્કલ પાસે રવીરત્ન પાર્ક-૧માં વ્રજવીલા એપાર્ટમેન્ટ ફલેટ નં.૩૦૧ના કંચનબેન જયંતીભાઇ ગોધાણી (ઉ.વ.૬૦), જીવરાજપાર્ક પાસે શાંતીવન બ્લોક નં. સી-૫૦૧ના ઇન્દુબને ભરતભાઇ પરસાણીયા (ઉ.વ.૫૦), રૈયાધાર પાસે ડ્રીમસીટી એપાર્ટમેનટ બ્લોક નં.એ-એલ/૮૦૧ના વર્ષાબેન લલીતભાઇ અગ્રાવત (ઉ.વ.૫૩), ફલેટ નં.ડી-૪/૩૦૩ના મીનાબેન પ્રભાતભાઇ મકવાણા (ઉ.વ.૪૩) અને જીવરાજપાર્ક અંબીકા ટાઉનશીપ શ્રીજી એઝનેટીકા બ્લોક નં.એ-૫૦૧ના અલ્પાબેન સીરીશભાઇ મેઘપરા (ઉ.વ.૩૮)ને પકડી લઇ રૂ.૩૯૨૧૦ની રોકડ તથા દસ મોબાઇલ ફોન અને એકટીવા મળી રૂ.૮૩૨૧૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

જયારે ત્રીજા દરોડામાં ક્રાઇમ બ્રાચના પીએસઆઇ એચ. બી. ધાંધીણ્યા તથા હેડ કોન્સ રાજેશભાઇ વાળા, રઘુવીરસિંહ, સિધ્ધરાજસિંહ, શકિતસિંહ, પ્રદિપસિંહ, સુભાષભાઇ તથા તોરલબેન સહિત પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે મવડીપ્લોટ વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલા મારૂતી નંદન-ર બ્લોક નં.૫૦માં રહેતા અલ્પેશ ઉર્ફે બાબો રમણીકલાલ ગોટેચા (ઉ.વ.૪૪), રવિરાજસિંહ રઘુવીરસિંહ વાળા (ઉ.વ.૩૦), શીવપરાની નયનાબેન અલ્પેશ ગોટેચા (ઉ.વ.૪૫), ભાવનાબેન સવશીભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૫૦), આશા અશોકભાઇ ઉર્ફે ચંદુભાઇ બાવટ (ઉ.વ.૩૫) અને સકીરાબેન સમીરભાઇ સૈયદ (ઉ.વ.૪૦)ને પકડી લઇ રૂ.૫૭૧૭૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

મોટા મવા પાસેથી ચાર શખ્સો પકડાયા

તાલુકા પોલીસ મથકના પીઆઇ.જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, વિજયગીરી, પ્રદિપસિંહ, ભગીરથસિંહ, છત્રપાલસિંહ, અરજણભાઇ તથા હર્ષરાજસિંહ, મનિષભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે મોટા મવા ગામ પાછળ વાડીની બાજુના પટમાં દરોડો પાડી જુગાર રમતા મોટામવાના જીતેન્દ્ર રવજીભાઇ વાઘેલા (ઉ.વ.૩૨), કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે શેરી નં.૨ જરીનાબેન દાદાભાઇ લાજી (ઉ.વ.૫૦)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક જરીનાબેન લાજી (ઉ.વ.૫૦) તથા મવડી વિશ્વેશ્વર મંદિર પાછળ અલ્કા સોસાયટી શેરી નં.૨ના  વિશાલ જીતેન્દ્રભાઇ ભીમાણી (ઉ.વ.૨૮) કોઠારિયા મેઇન રોડ અંકુર સોસાયટી શેરી નં.૯ના અશરફ મહંમદ ઉર્ફે અલ્લારખાભાઇ મેહતર (ઉ.વ.૩૩), મવડી રોડ નવલનગર શેરી નં.૯ના નાગજી મોમભાઇ વરૂ (ઉ.વ.૩૦), જીલ્લાગાર્ડન સ્લમ કવાર્ટર નં.૨૦૩ના હંસાબેન ડાયાભાઇ ડાવેરા (ઉ.વ.૪૦), મવડીપ્લોટ શ્રીનાથજી સોસાયટી શેરી નં.૭ના મંજુબેન ભનુભાઇ ગુજરાતી (ઉ.વ.૫૫) અને કણકોટ ગામ હાઉસીંગ કવાર્ટરમાં રહેતા બાનવજી રામાભાઇ બગડા (ઉ.વ.૫૪) મોટામવા નવદુર્ગા પરા શેરી નં.૪ના હરેશ રામજીભાઇ મકવાણા (ઉ.વ.૩૬), ભીમનગર મચ્છીબજારવાળી શેરી મફતીયાપરાના પ્રવિણ ઓધડભાઇ જીલીયા (ઉ.વ.૬૦)ને પકડી લઇ રૂ.૧૧,૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

રામેશ્વર સોસાયટીના મકાનમાંથી ૮ ઝડપાયા

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે.ડી.ઝાલા, તથા હેડકોન્સ વિક્રમભાઇ ગમારા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે પીપળીયા હોલ મેઇન રોડ પર રામેશ્વર સોસાયટી બ્લોક નં.૨૯૬ના લાભુબેન નટુભાઇ પરમાર (ઉ.વ.૪૫)ને પકડી લઇ રૂ.૨૦,૭૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

કુવાડવા જીઆઇડીસી પાસેથી પાંચ પકડાયા

કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એમ.સી.વાળાના માર્ગદર્શન હેઠઇ પીએસઆઇ બી.પી.મેઘલાતર, હેડ કોન્સ જયંતીભાઇ, અરવીંદભાઇ, જયપાલસિંહ, વિરદેવસિંહ, સતીષભાઇ, રઘુવીરભાઇ, મુકેશભાઇ, રવીભાઇ, તથા કોન્સ નમ્રતાબેન ઝાલા, ખુશાલીબેન ગોહીલ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રઘુવીરભાઇ અને રવીભાઇને મળેલી બાતમીના આધારે કુવાડવા જીઆઇડીસી સામે જીયાણા તરફ જતા રોડ પર ભગાભાઇ જાદવના ઝુપડામાં દરોડો પાડી જુગાર રમતા ભગા ધારાભાઇ જાદવ (ઉ.વ.૫૫), મધરવાડા ગામના અરવિંદ રૂપાભાઇ રાઠોડ (ઉ.વ.૫૦), મુકેશ નાથાભાઇ સોલંકી (ઉ.વ.૪૫), ન્યન્યા જયકિશન સોસાયટીના શાંતાબેન રવજીભાઇ સુરાણી (ઉ.વ.૫૮) અને કોઠારીયા રોડ હુડકો કવાર્ટર બી.૧૮૫ના મંજુબેન માધુભાઇ ખાંઠ (ઉ.વ.૫૮) ને પકડી લઇ રૂ.૧૨૭૫૦ની રોકડ તથા મોબાઇલ અને રીક્ષા મળી રૂ.૬૫૨૫૦ની મતા કબ્જે કરી હતી.

(4:20 pm IST)