Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા કારકીર્દીલક્ષી વેબીનાર

રાજકોટ : ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા મોઢ વણિક જ્ઞાતિના વિદ્યાર્થી તથા વાલીઓ માટે આઇ.પી.એસ. નિવૃત્ત ઓફીસર શ્રી વ્રજ પટેલનો એક વેબીનાર ગોઠવવામાં આવ્યો હતો. જેમાં આઇ.પી.એસ. જેવી ઉજવળ કારકીર્દી બનાવવા શું કરવુ તે અંગે વિષદ્દ છણાવટ કરી હતી. સમગ્ર વેબીનારને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અરૂણકુમાર મુછાળા, ટ્રસ્ટી અરવિંદભાઇ મહેતા, વિનોદભાઇ અંબાણી, એજયુકેશન કમીટી ચેરમેન હર્ષવર્ધનભાઇ પરીખ, માનદ મંત્રી મુકેશભાઇ પરીખ, નવીનભાઇ ગાંધી, યોગેશભાઇ શાહ, ગુજરાત ગવર્નીંગ કમીટીના ચેરમેન ચીનુભાઇ વટવાવાળા, ગુજરાત કમીટી મેમ્બર મનસુખભાઇ પટેલ, અશ્વિનભાઇ પટેલ, સંસ્થાના સક્રિય કાર્યકર હિતેષભાઇ દોશીએ સેવા આપી હતી.

(2:43 pm IST)