Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

બેંક ઓફ બરોડા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન

 બેંક ઓફ બરોડાના ૧૧૩માં સ્થાપના દિવસ નિમિતે બેંકની ઝોનલ ઓફિસ રાજકોટ દ્વારા કોરોના મહામારીમાં પોતાની સેવા આપનાર ડોકટર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, સફાઇ કામદારો, બેંકર્સ, વગેરેને સન્માનિત કરાયા હતા. ઝોનલ ઓફિસ રાજકોટના મહાપ્રબંધક શ્રી સંજીવ ડોભાલ, ઉપમહાપ્રબંધક શ્રી પ્રદિપ સચદેવા અને ક્ષેત્રીય કાર્યાલય રાજકોટના ક્ષેત્રીય પ્રમુખશ્રી સંજય ગુપ્તા દ્વારા કોરોના વોરીયર્સનું મોમેન્ટો અને શાલથી સન્માન કરાયું હતું.

(2:42 pm IST)