Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

રાજદીપસિંહ અને પોલીસ વચ્ચેના ઘર્ષણ મામલે સમાધાન

યુવા કોંગી નેતાને ઘોડા ઉપરથી ઉતારી બળજબરી પૂર્વક પોલીસ સ્ટેશને લઇ જવાયા'તાઃ વિડીયો વાયરલ થયેલ : કોંગ્રેસ આગેવાનો-રાજકોટ બાર એસો.ના એડવોકેટો અને પોલીસ અધિકારીઓ સાથે મીટીંગ બાદ ગેરસમજણ દૂર

રાજકોટ તા. ર૧: પેટ્રોલના ભાવ વધારાના વિરોધ સંદર્ભે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો હતો દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ યુવા આગેવાન અને એડવોકેટ તથા વિદ્યાર્થી નેતા ડો. રાજદિપસિંહ જાડેજા સહિતના દ્વારા ઘોડા ઉપર સવાર થઇ પેટ્રોલના ભાવ વધારાનો વિરોધ વ્યકત કરવામાં આવી રહ્યો હતો. અને યાજ્ઞિક રોડ પરથી પસાર થતા હતા ત્યારે એસ.ઇ.પી. રાઠોડ, ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી તથા ફોજદાર જેબલીયા સહિતના સ્ટાફે રાજદિપસિંહ જાડેજાને અટકાવ્યા હતા અને બાદમાં રાજદિપસિંહ જાડેજા સાથે બોલાચાલી કરી હતી અને બળજબરીપૂર્વક ઉપાડી ર)જદિપસિંહ જાડેજાને જીપમાં બેસાડી પોલીસ મથકે લઇ ગયા હતા. જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ઉહાપો મચી ગયેલ હતો. એ બાબતે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમીશ્નરને ઉગ્ર રજુઆત અશોક ડાંગર સહિતના આગેવાનોએ કરેલ હતી. તેમજ રાજકોટ બાર એસોશિએશન દ્વારા પણ બકુલ રાજાણી, જીજ્ઞેશભાઇ જોષી અને રાજકોટ બાર એસોશિએશનના સેક્રેટરી શ્યામલભાઇ સોનપાલ અને દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. અને કરણી સેના દ્વારા પણ રજૂઆત કરવામાં આવેલ હતી. આ મામલો ડો. રાજદિપસિંહ જાડેજાને યોગ્ય તપાસ માટે હાઇકોર્ટની અંદર પણ ફરિયાદ કરવામાં આવી હતી.

ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી અને આ મામલે થયેલ ગેરસમજ સંદર્ભે પોલીસ અધિકારી અને આગેવાનો દ્વારા એક મીટીંગનું આયઇોજન થયેલ અને તા. ૧૯-૭-ર૦ર૦ના રોજ બાર એસોશિએશનના એડવોકેટો તેમજ કોંગ્રેસના આગેવાનો અને કરણી સેનાના આગેવાનો અને પોલિસ અધિકારીઓ પણ મનોહરસિંહ જાડેજા (ડી.સી.પી.), જે. એચ. સરવૈયા (એસ.ઇ.પી.), એચ.એમ. ગઢવી, (ક્રાઇમ બ્રાંચ, પી.આઇ. પૂર્વ), તેમજ એસ.ઇ.પી. રાઠોડ પી.આઇ. ગઢવી અને ફોજદાર જેબલીયા સહિતના લોકો વચ્ચે સુખદ સમાધાન માટે મીટીંગનું આયોજન થયેલ જેમાં ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા દ્વારા આ મામલે જે ગેરસમજ હતી તેને બંને પક્ષો વચ્ચે મળીને દૂર કરેલ છે. તેમજ આવનારા દિવસોમાં આવા બનાવ ન બને તેના માટે તકેદારી રખાશે.

રાજકોટ બાર એસોશિએશનના પ્રતિનિધિ તરીકે સિનિયર એડવોકેટ શ્રી શ્યામલ સોનપાલ એવી તાકીદ કરેલ કે પોલીસ દ્વારા વકિલો સાથે અમુક સમયે જે રીતે ગેરવર્તન કરવામાં આવે છે તે બાબત પોલીસ ડિપાર્ટમેન્ટ ભવિષ્યમાં ધ્યાન રાખે.

આ મીટીંગની અંદર શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઇ ડાંગર, મહેશભાઇ રાજપૂત, દેવેન્દ્રસિંહ ગોહિલ, અશોકસિંહ વાઘેલા, ઘનશ્યામસિંહ જાડેજા, ડો. ધરમ કાંબલીયા, મુકેશભાઇ ચાવડા, કનકસિંહ જાડેજા, રવિ જીતીયા, હરપાલસિંહ જાડેજા, મુકુંભાઇ ટાંક, મયુરસિંહ જાડેજા, નરેન્દ્ર સોલંકી વગેરે કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

કરણી સેના પ્રમુખ જે. પી. જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, કનકસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા વગેરે કરણી સેનાના આગેવાનો હાજર રહ્યા હતા.

અંતે આ બનાવ બંને વચ્ચે ગેરસમજણ દૂર થઇ અને સુખદ સમાધાન થયેલ હોવાનું જાણવા મળે છે.

(2:40 pm IST)