Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સરધારના ભંગડાના યુવાન નિકુંજને કોરોના પોઝિટિવ

રાજકોટ તા. ૨૧: સરધારના ભંગડા ગામે રહેતાં નિકુંજ વિનુભાઇ બોરડ (ઉ.વ.૨૪) નામના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ડો. વિવેક કોટડીયા, સુપરવાઇઝર વિપુલભાઇ કાકડીયા, સ્ટાફના જે. ડી. સોલંકી, શૈલેષ હુંબલ, રવિ નાકીયા સહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. ૯ ઘરને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા હતાં. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તેના બે સભ્યોને હોમ કવોરન્ટાઇન કરાયા હોવાનું સરધારથી સાગર જોષીએ જણાવ્યું હતું.

(12:59 pm IST)