Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કોંગ્રેસના કાર્યક્રમમાં સોશ્યલ ડીસ્ટન્સનાં ધજાગરાઃ પોલીસ જોતી રહી

કોરોના સંક્રમણ વધ્યું છે તેવા વખતે જ વિપક્ષની ભયાવહ બેદરકારી : જાગૃતીબેન ડાંગરે ટોળા ભેગા કરી માટલા ફોડી પાણીના ધાંધીયાનો વિરોધ કર્યોઃ તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવ્યો

શહેરનાં વોર્ડ નં. ૧૩માં કોંગી કોર્પોરેટર જાગૃતીબેન ડાંગરના નેતૃત્વ તળે યોજાયેલ આશ્ચર્યજનક કાર્યક્રમમાં સોશ્યલ ડીસ્ટન્સના નિયમોનો ઉલાળીયો થયો હતો તે વખતની તસ્વીરમાં વોર્ડ ઓફીસે મહીલાઓના ટોળા નજરે પડે છે. તેમજ બંદોબસ્તમાં રહેલ પોલીસ દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૧ :.. શહેરનાં વોર્ડ નં. ૧૩ માં આજે સવારે ૧૧ વાગ્યે વિપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનાં નેતૃત્વ તળે વોર્ડમાં આવેલ જુદા જુદા વિસ્તારોની મહિલાઓનાં ટોળાએ વોર્ડ ઓફીસે એકત્રીત થઇ અને આ વોર્ડમાં પાણીના ધાંધીયા સામે રોષ વ્યકત કરવા માટલા ફોડવાનો અને થાળી વગાડવાનો આશ્ચર્યજનક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં

વર્તમાન કોરોનાં સંક્રમણની સ્થીતિમાં ભયજનક કહી શકાય તે પ્રકારે સોશ્યલ ડીસ્ટન્શનો અભાવ હતો અને કાયદાનો ભંગ પણ થયાનું દર્શાતુ હતું. જો કે આમ છતાં સ્થળ પર હાજર પોલીસ દ્વારા આ બાબતે કોઇ કાર્યવાહી કરાઇ ન હતી.

આ અંગેની વિગતો મુજબ વોર્ડ નં. ૧૩ માં આજે પાણી કાપ અપાયો હતો અને આા રીતે અવાર-નવાર પાણીનાં ધાંધીયા સર્જાતા હોવાનં આક્ષેપો સાથે આ વોર્ડનાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરનાં નેતૃત્વ તળે વોર્ડ નં. ૧૩ માં અવાર-નવાર પાણીકાપ અને એકાંતરા પાણી વિતરણ તેમજ પાણીનાં ધાંધીયા સર્જાતા હોવાથી મ.ન.પા.ના શાસકો સામે રોષ વ્યકત કરવા અને પાણીનાં ધાંધીયા નિવારવાની ઉગ્ર માંગ સાથે વોર્ડ નં. ૧૩ ની વોર્ડ ઓફીસે પ૦ થી ૬૦ મહીલાઓનાં ટોળાએ એકત્રીત થઇ અને ટોળાશાહીમાં માટલ ફોડવા અને થાળી વગાડી મ.ન.પા.નાં શાસકો અને તંત્ર વાહકોની બેદરકારી સામે ઉગ્ર વિરોધ કર્યો હતો.

નોંધનિય છે કે હાલમાં શહેરમાં આ પ્રકારે ટોળા ભંગા કરી કાર્યક્રમો યોજવા સામે પ્રતિબંધ ફરમવતુ પોલીસ કમિશનરનું જાહેર નામુ છે. આ માટે ફકત પ૦ વ્યકિતઓની છૂટ છે પરંતુ તે કોઇ પ્રસંગો યોજવા માટે છે અને તેના માટે કલેકટરશ્રીની મંજૂરી મળ્યા બાદ પ૦ વ્યકિતની હાજરીવાળો કાર્યક્રમ સોશ્યલ ડીસ્ટન્સીંગ વગેરેનાં નિયમોનાં ચુસ્ત પાલન સાથે યોજી શકાય.

પરંતુ વોર્ડ નં. ૧૩ માં કોંગી કોર્પોરેટરે યોજેલા આ કાર્યક્રમમાં સોશ્યલ ડીસ્ટન્સીંગનાં નિયમોનાં ધજાગરા ઉડયા હતાં. આ વોર્ડમાં પણ અનેક કોરોના કેસ છે. ત્યારે આ પ્રકારે ટોળા ભંગા કરી કાર્યક્રમ યોજવાની વિપક્ષની ભયાવહ બેદરકારી પણ આ તકે છતી થઇ હતી. જો કે આમ છતાં પોલીસ કોઇ કાર્યવાહી કર્યાનું જાણવા નથી મળ્યું.

પાણી વગર ટળવળતા લોકો માટે તંત્રને જગાડવા કાર્યક્રમ યોજવો પડયોઃ જાગૃતિબેન

રાજકોટ : વોર્ડ નં. ૧૩ નાં કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે આ તકે જણાવ્યું હતું. આ વોર્ડમાં અવાર - નવાર પાણીકાપ આપી લોકોને પાણી વગરનાં રાખવામાં આવતાં હોઇ લોકોનાં પ્રાણ પ્રશ્નને  વાંચા આપવા અને નિંભર તંત્રને ઢંઢોળવા આજે આ કાર્યક્રમ યોજવો પડયો હતો.

જાગૃતિબેન ડાંગર આ તકે જણાવેલ કે વોર્ડ નં. ૧૩ માં આજરોજ પાણી કાપના વિરોધમાં જાગૃતિબેન ડાંગર દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ તંત્રને ઢંઢોળવા માટે અને જગાડવા માટે રાખવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં મહીલાઓ હાજર રહી હતી જેઓ બેનર, થાળી વગાડીને અને માટલા ફોડી વિરોધ દર્શાવયો હતો. પાણીકાપ કોઇપણ બહાના હેઠળ આપવામાં આવે છે. ત્યારે શાસકો પાણી બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહયા હોય તેવુ લાગી રહયુ છે. કેમ કે ખોડીયારપરામાં આજે પણ એકાંતરા પાણી આવે છે. હકિકત એ છે કે વાલ તો એક બહાનું છે. પરંતુ વધારે પડતા કલોટીનને કારણે પાણી કડવુ થઇ ગયું છે. એટલે કાપ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેંટર ગીતાબેન મુછડીયા, સરલાબેન શોભાબેન, રવજીભાઇ ખીમસુરીયા કોર્પોરેટર  ડાયાભાઇ શેઠીયા, હેમલ પેશીવાડીયા, હરેશભાઇ, ગેલાભાઇ વિગેરે હતાં.

(3:17 pm IST)