Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ગણેશ સોસાયટીમાં મકાનમાં અને જામગઢ પાસે વાડીમાં દરોડો : તીનપતીનો જુગાર રમતા ૧૮ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચની ટીમે નવ અને કુવાડવા પોલીસે વાડીમાંથી નવને દબોચ્યા : ૧.૧૭ લાખની રોકડ કબ્જે

રાજકોટ,તા. ૨૧: ભીમ અગિયારસના તહેવાર નિમિતે પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ક્રાઇમ બ્રાંચે કોઠારિયા રોડ શ્રી ગણેશ સોસાયટીમાં મકાનમાંથી નવ અને કુવાડવા પોલીસે જામગઢગામમાંથી નવ શખ્સોને જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભીમ અભિયારસના તહેવાર નિમિતે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલની સુચનાથી શહેર જુદા-જુદા વિસ્તારમાં પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે કોઠારિયા રોડ શ્રી ગણેશ સોાસાયટી શેરી નં. ૨માં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની ક્રાઇમબ્રાંચના કોન્સ. જગદીશભાઇ વાં, હિરેનભાઇ, દિપકભાઇ તથા કિરણસિંહને બાતમી મળતા પી.આઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, હેડ કોન્સ. ધિરેનભાઇ, કોન્સ. મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા,ઉમેશભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક, સંજયભાઇ ચાવડા, દીપકભાઇ ડાંગર, જયપાલસિંહ ઝાલા, તથા કિરણસિંહ સહિતે કોઠારિયા રોડ શ્રી ગણેશ સોસાયટી શેરી નં. ૨માં રહેતા નયન વિનોદભાઇ વાઘેલા (ઉવ.૩૮)ના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક નયન વિનોદભાઇ વાઘેલા (ઉવ.૩૮), કોઠારિયા મેઇન રોડ તીરૂપતી બાલાજી શેરીમાં રહેતા સતીષ અશોકભાઇ ટાંક, હરિધવા મેઇન રોડ રજત સોસાયટી શેરી નં. ના કાના મનસુખભાઇ જાદવ (ઉ.૪૦), કોઠારીયા રોડ શીવધામ સોસાયટી શરી નં.૧ ના નીલેષ પ્રવિણભાઇ રાઠોડ (ઉ.૩૭), મેહુલનગર-૧ના વિરલ હસમુખભાઇ ચોટલીયા (ઉ.૩૪), જુના ગણેશનગર શેરી નં. ૬ ના હરેશ ગોવિંદભાઇ વાઘેલા (ઉ.પર), ન્યુ ગણેશનગર શેરી નં.ર ના રમેશ ડાભાઇ કાચા (ઉ.૩૪), ગણેશ સોસાયટી શેરી નં. ના સુરેશ વાલજીભાઇ ટાંક (ઉ.પડ) અને જુના સ્વાતીપાર્ક શેરી નં.૭/બીના પ્રકાશ છગનભાઇ સોલંકી (ઉ.૪૦) ને પકડી લઇ રૂ. ૯૦ હજારની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં કુવાડવાના જામગઢ ગામ પાસે વાડીમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ અરવિંદભાઇ, કોન્સ વિરદેવસિંહ, મુકેશભાઇને બાતમી મળતા જામગઢ ગામ પાણાવાળી સીમમાં આવેલી અશ્વન રઘુભાઇ વાટુકીયાની વાડીમાં ઓરડી પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વાડીમાલિક અશ્વિનભાઇ વાટુકડીયા (ઉ.૩૦) (રહે.જામગઢ), સંતકબીર રોડ  રાજારામ સોસાયટી શેરી નં.૪ના અશોક પ્રાગજીભઇ સરવૈયા (ઉ.૩૮), જામગઢ ગામના મુકેશ અમરશીભાઇ વાટુકીયા (ઉ.૩ર), હેમંત ઉર્ફે રોબર્ટ હમરભાઇ વાટુકીયા (ઉ.ર૪), સાગર ડાયાભાઇ વાવડીયા (ઉ.ર૯), ગઢકા ગામના ગોરધન સામજીભાઇ પરમાર (ઉ.૩૩), મોરબી રોડ સત્યમ પાર્ક-૧ના જયેશ અનીલભાઇ રાઠોડ (ઉ.ર૧) અને જામગઢના પરેશ ધનાભાઇ મેર (ઉ.ર૧) ને પકડી લઇ રૂ. ર૭૪પ૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી આ કામગીરી કુવાડવા પોલીસે મથકના પી.આઇ. એન.એન. ચુડાસમા, પી.એસ.આઇ., પી.જી.રોકડીયા, એ.એસ.આઇ હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ અરવિંદભાઇ, જયંતીભાઇ, કિશોરભાઇ, વિરદેવસિં, દેવેન્દ્રસિંહ તથા મુકેશભાઇ સહિતે કરી હતી.

(5:06 pm IST)