Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

યોગ શબ્દના બે અર્થઃ એક છે જોડ અને બીજા છે સમાધિ

૧૦૮ અને ખિલખિલાટના કર્મચારીઓ દ્વારા યોગદિનની ઉજવણી

રાજકોટ :  આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે રાજકોટની ૧૦૮ અને ખિલખિલાટના ૨૦૦ જેટલા આરોગ્ય કર્મીઓએ યોગા કરી માનસિક તેમજ શારીરિક તંદુરસ્તીનો સંદેશ લોકોને પહોંચાડ્યો છે.

૧૦૮ ના શ્રી વીરલ ભટ્ટે જણાવ્યું છે કે, આપણે કોરોના કાળમાં જોયું કે આખી દુનિયા આ કપરા સમયમાં યોગનો સહારો લીધો છે. યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે સ્વ સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે.

(5:04 pm IST)