Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજકોટ રેલ્વેમાં ઉત્સાહપૂર્વક મનાવાયો યોગ ડે

રાજકોટઃ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડિવીઝનમાં આજે તા. ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોરોના મહામારી વચ્ચે મોટાભાગના રેલ કર્મચારીઓએ આ વર્ષે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવા સાથે પોતપોતાના ઘર ઉપર રહી પરિવાર સાથે યોગાભ્યાસ કર્યો હતો. પ્રોજેકટ લાઈફના યોગ શિક્ષક શ્રી રાજીવ મિશ્રાના માર્ગદર્શનમાં રેલ્વે અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોએ ઝૂમ મીટીંગ દ્વારા વર્ચ્યુઅલ યોગા કર્યા હતા. આ યોગાભ્યાસનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ લીંક પર વિડીયોના માધ્યમથી સવારે ૭ વાગ્યાથી ૮ વાગ્યા સુધી પ્રસારીત કરાયુ હતું. આ અવસર ઉપર ડીઆરએમ શ્રી ફુંકવાલે બધા રેલ્વે કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવા નિયમીત યોગાભ્યાસ કરવાની અપિલ કરી હતી. ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલ ઉપરાંત એડીઆરએમ ગોવિંદપ્રસાદ સૈની, સિનીયર કોમર્શિયલ મેનેજર શ્રી અભિનવ જૈફ, મંડલ અધિકારી શ્રી અવિનાશકુમાર અને અન્ય અધિકારીઓએ યોગાભ્યાસ કર્યો હતો. આ ઉપરાંત વાંકાનેર, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા સહિતના રાજકોટ ડિવીઝનના સ્ટેશનો ઉપર રેલ કર્મચારીઓએ સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરી યોગ અભ્યાસ કર્યો હતો. કોવિડ-૧૯ના કપરાકાળમાં રોગપ્રતિકારક શકિત વધારવાના હેતુથી સરકારના આયુષ મંત્રાલય દ્વારા દેવામાં આવેલા નિર્દેશો અનુસાર મોટી સંખ્યામાં રેલ કર્મચારીઓએ યોગા અભ્યાસ કર્યો હતો.

(5:10 pm IST)