Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ચેક રિટર્ન કેસમાં મયુર મેટલ્સના પ્રોપરાઇટરને એક વર્ષની સજાનો હુકમ

રાજકોટ, તા. ર૧ :  ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટના કેસોમાં આરોપી ત્રિશુલ ઇન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર મયુર રઘુભાઇ ઢોલરીયાને એક વર્ષની સજાનો હુકમ સ્પેશ્યલ નેગોશીએબલ કોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની વિગત એવી છે કે આરોપી  મયુર મેટલ્સના પ્રોપ્રાઇટર અમૃતલાલ નાથાભાઇ ઢોલરીયાએ  આર. એમ. એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઇ રણછોડભાઇ શેરડીયા પાસેથી પીગ આયર્ન, સી.આઇ. સ્ક્રેપ વગેરેનો રૂ. ૧૪,૭૦,૦૦૦ નો માલ ખરીદ કરેલ અને તે રકમની ચુકવણી માટે આરોપી મયુર મેટલ્સના પ્રોપ્રાઇટર અમૃતલાલ નાથાભાઇ ઢોલરીયાએ ફરીયાદ આર. એમ. એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઇ રણછોડભાઇ શેરડીયાને રૂ. ૧૪,૭૦,૦૦૦નો ચેક આપેલ હતો. જે એક વણચુકવ્યો પરંતુ આવતા ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ રાજકોટની અદાલતમાં ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ. જે ફરીયાદમાં અદાલતે આરોપીને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરેલ. જેથી આરોપી અદાલત સમક્ષ હાજર થયલ.

રાજકોટ અધિક સિનિયર સિવિલ જજ શ્રીએ બન્ને પક્ષોએ રજુ રાખેલ પુરાવાઓ તેમજ બન્ને પક્ષકારોની વિગતવાર લેખીત તથા મૌખિક દલીલો તથા રજુ રાખવામાં આવેલ નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને રાખી આરોપી મયુર મેટલ્સના પ્રોપ્રાઇટર અમૃતલાલ નાથાભાઇ ઢોલરીયાને એક વર્ષની કેદની સજા તથા ચેકની રકમ રૂ. ૧૪,૭૦,૦૦૦ નું વળતર ચુકવવા આદેશ ફરમાવેલ છે. જો નિયત સમયમાં આરોપી વળતરની ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કેસમાં ફરીયાદી આર.એમ. એન્ટરપ્રાઇઝના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદાર નાગજીભાઇ રણછોડભાઇ શેરડીયા વતી રાજકોટના વકીલ એન.જી. બાવીશી રોકાયેલ હતા.

(4:54 pm IST)