Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પડધરીના ખજુરડી ગામની જમીન અંગે બનાવટી બાંહેધરી પત્રક ઉભું કરવા અંગે ગુનો નોંધવા કોર્ટનો હુકમ

રાજકોટ તા. ર૧: પડધરી તાલુકાના ગામ ખજુરડીની જમીન અંગે બોગસ બનાવટી ઉભું કરેલ બાંહેધરી પત્રકની એફ.આર.આઇ. નોંધવા કોર્ટે હુકમ કર્યો હતો.

રાજકોટ જીલ્લાના તાલુકાના પડધરીના મોજે ગામ ખજુરડીના જુના સર્વે નં. પ૧ પૈકી ર (નવા સર્વે નં. ૧ર૮) ની ખેતીની જ મીન હે.આરે.ચો.મી. ૧-૮૧-૧૦ તથા જુના સર્વે નં. પર/૩ પૈકી ૪ (નવા સર્વે નં. ૧ર૯) કે ની ખેતીની જમીન હે.આરે.ચો.મી. ર-૩૬-૭૪ એમ કુલ ખેતીની જમીન ૪-૧૭-૮૪ શ્રી મનસુખભાઇ વશરામભાઇ વેકરીયા પાસેથી મહેશભાઇ મોહનભાઇ હાપલીયાએ તા. ૦૩/૧ર/ર૦૦૮ના રોજ વેચાણ કિંમત રૂ. ૧૪,૮પ૦૦૦/-માં ખરીદ કરવા નકકી કરી રૂ. ર,પ૦,૦૦૦/- રોકડા અવેજની રકમ ચુકવી વેચાણનો સાટાખતનો કરારથી ખરીદ કરેલ છે. મહેશભાઇ મોહનભાઇ સાથેનો સાટાખતનો કરાર અસ્તિત્વમાં હોવા છતાં સદર ખેતીની જમીન લાલજી ખીમજીભાઇ વેકરીયા અને લક્ષ્મીબેન લાલજીભાઇ વેકરીયાને વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે. જેની નોંધ સામે વાંધો લેતા દાખલ થયેલ. જે કેસના કામે મહેશભાઇ મોહનભાઇના સાટાખતનો કરાર રદ કરવાનું પુર્વ આયોજીત કાવતરૂ રચી બોગસ બનાવટી ઉભું કરેલ બાહેંધરી પત્રક બનાવેલ જેનું બાંહેધરી પત્ર તકરારી કેસના કામે પડધરી મામલતદારની કોર્ટમાં રજુ કરેલ.

ત્યારબાદ ફરીયાદીને જાણ થયેલ કે રજુ કરવામાં આવેલ બાંહેધરી પત્રક પોતે કયારેય બનાવેલ નથી. તેમાની સહી અને ફરીયાદીની સહીની હેંડરાઇટીંગ અલગ અલગ છે. તેમજ તેનો સ્ટેમ્પ પેપર પણ મનસુખભાઇ વશરામભાઇ વેકરીયાના નામનો છે. આમ બોગસ, બનાવટી ઉભા કરેલા દસ્તાવેજનો મામલતદારની કોર્ટ રજુ કરી ખરા તરીકે ઉપયોગ કરેલ છે.

ફરીયાદીએ ફરીયાદ આપવા ખુબજ પ્રયત્નો કરેલ તેમ છતાં પણ ફરીયાદ નોંધવામાં આવેલ ન હતી આમ ફરીયાદીને કોર્ટ સિવાય ન્યાય મળે તેમ ન હોય રાજકોટના જયુડી. મેજી. ફ.ક. એન. આર. વધવાણી સાહેબની કોર્ટમાં ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧૧૪, ૧ર૦બી, ૪૦૬, ૪૧પ, ૪૧૭, ૪ર૦, ૪૬૩, ૪૬૭, ૪૭૧ વગેરે અન્વયે ફો.ઇ. ૩ર૦/ર૧ થી ફરીયાદ દાખલ કરેલ જે કામે નામદાર સુપ્રિમ કોર્ટ તથા ગુજરાત હાઇકોર્ટના મહત્વના ચુકાદા અને વકીલશ્રી અશ્વિન એન. ગોહેલની દલીલ ધ્યાનમાં લઇ રાજકોટના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ.શ્રીને ફરીયાદીની એફ.આઇ.આર. નોંધી કાયદેસરની કાર્યવાહી કરી દિન-૩૦ માં કોર્ટમાં રીપોર્ટ કરવા ક્રીમીનલ પ્રોસીજર કોડની કલમ ૧પ૬(૩) મુજબ હુકમ ફરમાવેલ છે.

(4:51 pm IST)