Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

કોરોના મહામારીની સામે લડવા માટે પણ યોગ ખરા અર્થમાં એક શસ્ત્ર બન્યુ

રાજકોટ ભાજપ દ્વારા વિશ્વ યોગ દિવસ અંતર્ગત તમામ વોર્ડમાં ૩૭ સ્થળોએ યોગ દિવસની ઉજવણી

ભાજપ દ્વારા આજે વિશ્વ યોગ દિવસ અંતર્ગત શહેરના તમામ ૧૮ વોર્ડમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇન મુજબ યોગના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિવિધ સ્થળોએ ધનસુખભાઇ ભંડેરી, નિતીન ભારદ્વાજ, કમલેશ મીરાણી, મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ડો.પ્રદીપ ડવ, ઉદય કાનગડ, પુષ્કર પટેલ, મનીષ રાડીયા, કિશોર રાઠોડ, કેતન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા. ૨૧: આજે  તા. ર૧  જૂન સોમવારના રોજ વિશ્વ યોગ દિવસ છે ત્યારે તે અતંગર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેરના ૧૮ વોર્ડમાં ૩૬ સ્થળો પર શહેર ભાજપ ઘ્વારા યોગા કાર્યક્રમ યોજવામાં આવેલ, જેમાં શહેરના જાણીતા યોગગુરૂઓએ ઉપસ્થિત રહી યોગા કરાવેલ. આ તકે કમલેશ મિરાણીએ જણાવેલ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સામુહિક યોગની શરૂઆત ગુજરાતમાંથી કરી અને આજે વિશ્વભરના લોકો નરેન્દ્રભાઈ મોદીના આ સંકલ્પને સાર્થક કરી રહયા છે ત્યારે આંતરાષ્ટ્રીય યોગ દિવસનું શ્રેય પણ નરેન્દ્રભાઈ મોદીના ખાતામાં જાય છે ત્યારે કોરોના જેવી મહામારીની સામે લડવા માટે પણ યોગ ખરા અર્થમાં એક શસ્ત્ર બન્યુ છે ત્યારે રાજયના માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સંકલ્પને સાકાર કરીએ તેમજ તા.ર૧ જૂન યોગ દિવસ  અંતગર્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલજીના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપની યોજના અનુસાર સમગ્ર ગુજરાતભરમાં ભારતીય જનતા પાર્ટી ઘ્વારા યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, ત્યારે શહેર ભાજપ ઘ્વારા યોજવામાં આવેલ યોગા કાર્યક્રમની જવાબદારી વિધાનસભાવાઈઝ જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર,રાજુભાઈ બોરીચા અને કીરણબેન માકડીયાએ સંભાળેલ.તેમજ આ યોગા કાર્યક્રમમાં પતંજલી યોગ પીઠ ના તજજ્ઞ યોગગુરૂઓ દરેક વોર્ડમાં ઉપસ્થિત રહી યોગા કરાવેલ.

આ તકે શહેરના ૧૮ વોર્ડમાં ૩૬ સ્થળોએ ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખ ઉદય કાનગડ,  શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, કશ્યપ  શુકલ,પુષ્કર પટેલ,  રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, મનુભાઈ વઘાશીયા,દીનેશ કારીયા, દીપક પનારા, દીલીપ  લુણાગરીયા, રમેશ પરમાર, નિતીન ભુત, ડો. જૈમનભાઈ ઉપાઘ્યાય, રાજુભાઈ માલધારી, પ્રવીણ ઠુંમર, હસુભાઈ ચોવટીયા, અશ્વીન મોલીયા, વીનુભાઈ ઘવા, જીજ્ઞેશ જોષી  સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.

આ તકે વોર્ડનં.૧ માં રંભામાં ની વાડી તેમજ સોરઠીયા પ્રજાપતીની વાડી ખાતે, વોર્ડ નં.ર માં અટલ ગાર્ડન તેમજ નરસીમહેતા ઉદ્યાન ખાતે ,  વોર્ડ નં.૩ માં ભાટીયા બોડીંગ તેમજ રેલનગર ગાર્ડન ખાતે, વોર્ડ નં.૪ માં વીવાહ પાર્ટી પ્લોટ અને કોમ્યુનીટી હોલ મોરબીરોડજકાતનાકા ખાતે, વોર્ડ નં.પ માં પારૂલ બગીચો અને હુડકો કવાટર આરટીઓ પાસે, , વોર્ડ નં.૬ માં પારૂલ બગીચો અને ગોકુલ વિદ્યાલય ખાતે, વોર્ડ નં.૭ માં એસ્ટ્રો બગીચો અને પ્રધ્યુમન શાળા નં૬ ખાતે, વોર્ડ નં.૮ મા ગુજરાત હાઉસીંગ બોડ અને બ્રહમકુંજ બગીચા ખાતે, વોર્ડ નં.૯ માં બાલમુકુંદ બગીચા અને ગોલ્ડન પાર્ક બગીચા ખાતે , વોર્ડ નં.૧૦ માં દીપવન પાર્ક અને નવીનનગર હોલ ખાતે, વોર્ડ નં.૧૧ માં સરદાર નગર હોલ અને અંબીકા ટાઉનશીપ ખાતે , વોર્ડ નં.૧રમા વાવડી ગામ અને ગોકુલધામ ગ્રાઉન્ડ ખાતે, વોર્ડ નં.૧૩ માં શ્રઘ્ધા ગાર્ડન, માયાણી બગીચા ખાતે , વોર્ડ નં.૧૪ માં શેઠ હાઈસ્કુલ અને કામદાર કેન્દ્ર ખાતે, વોર્ડ નં.૧પ માં મોહનભાઈ સરવૈયા હોલ અને શાળા નં.ર૯ ખાતે, વોર્ડ નં.૧૬માં દીપ્તીનગર ગાર્ડન અને લુહારવાડી ખાતે , વોર્ડ નં.૧૭ માં શાળા નં.૬૧ અને શાળા નં.૬૩ ખાતે, વોર્ડ નં.૧૮માં ડીમાર્ટ મોલ ગાર્ડન અને જેકે પાર્ક સામેના ગાર્ડન ખાતે યોગા કાર્યક્રમ યોજાશે.ત્યારે કોવિડ–૧૯ની ગાઈડલાઈન મુજબ મર્યાદીત લોકો માટે જ આ યોગા કાર્યક્રમ યોજાયેલ હતો.

વોર્ડમાં યોગ કાર્યક્રમને સફળ બનાવવા હિતેશ મારૂ, રાજેન્દ્રસિહ ગોહીલ, હેમભાઈ પરમાર,સી.ટી. પટેલ, દીનેશ ધીયાળ, ઘનશ્યામ કુંગશીયા, રમેશભાઈ દોમડીયા, તેજશ જોષી, પ્રદીપ નીર્મળ, રજની ગોલ, સંજય પીપળીયા, રસીક કાવઠીયા, કેતન વાછાણી, હરીભાઈ રાતડીયા, સોમભાઈ ભાલીયા, ભાર્ગવ મિયાત્રા, જયંતીભાઈ નોંધણવદરા, શૈલેષ બુસાના માર્ગદર્શન હેઠળ વોર્ડના યોગા કાર્યક્રમના ઈન્ચાર્જ– સહઈન્ચાર્જે જહેમત ઉઠાવી હતી.

(3:31 pm IST)