Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ : ઉત્તરાયણ પૂર્ણ દક્ષિણાયન પ્રારંભ : ગ્રિષ્મઋતુ પૂર્ણ વર્ષાઋતુનો પ્રારંભ, જૈન સમાજ કરશે કેરી ત્યાગ : સદ્ગુરૂદેવ પૂ. પારસમુનિ મા.સા.

આપણા પ્રદેશમાં આદ્રા નક્ષત્રથી હસ્ત નક્ષત્ર સુધીના નક્ષત્રો વરસાદી ગણાય છે

રાજકોટઃ ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી ખેતીનો આધાર સારા વરસાદ પર હોવાથી જગતનો તાત કૃષિકાર હોળીના દિવસથી આવનારા વરસાદની આગાહી કરવા મંડે છે.કૃષિકારો સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ માટે લાંબા સમયથી રાહ જોતા હોય છે. આપણા પ્રદેશમાં આદ્રા નક્ષત્રથી હસ્ત નક્ષત્ર સુધીના નક્ષત્રો વરસાદી ગણાય છે.આ વર્ષે સૂર્યદેવનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ ૨૨ જુને સવારે ૫ કલાક ને ૪૦ મીનીટે થશે. આદ્રા નો અર્થ થાય છે ભેજ, જુન મહિનાના ત્રીજા સપ્તાહમાં આદ્રા નક્ષત્રનો ઉદય થાય છે. ત્યારે પ્રચંડ ગરમી થવાના કારણે પરેશાન લોકોને રાહત થવાની સંભાવના હોય છે. વર્ષાઋતુ નો પ્રારંભ થાય છે. આદ્રા નક્ષત્રના પ્રારંભ સમયે ચંદ્ર તુલા રાશિમાં હોવાથી પવન સાથે વરસાદનો પ્રારંભ થશે.

આદ્રા નક્ષત્રમાં જૈનો કેરી ફળનો ત્યાગ શા માટે કરે છે ?

જૈન શ્રાવકો કેરી ફળનો ત્યાગ કરશે એટલું જ નહીં હવે દેરાસરમાં પણ કેરી મુકાશે નહી. કુલ ૨૭ નક્ષત્રમાંથી ૧૧ નક્ષત્ર વરસાદના હોય છે, પ્રારંભ આદ્રા નક્ષત્રથી થાય છે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારથી વરસાદી વાતાવરણનો અથવા વાતાવરણમાં ભેજનો પ્રારંભ થાય છે. ભેજવાળા વાતાવરણમાં જીવોત્પતિ વિશેષ થાય છે, જેને કારણે જ જૈનો કેરી, કરમદા, જાંબુ વગેરે ફળોનો ત્યાગ કરે છે. અહિંસામાં માનનારા જૈનો ચોમાસામાં કેરીમાં જીવાતનો ઉપદ્રવ થતો હોવાથી આદ્રા નક્ષત્રથી કેરી ખાવાનું બંધ કરે છે. એ જ પ્રમાણે સાધુ-સાધ્વીજી ભગવંતો પણ જીવરક્ષા માટે વિહારો બંધ કરી ચાતુર્માસ સ્થાને પહોંચવાની તૈયારી કરે છે. અન્ય સંતો પણ ચાતુર્માસમાં વિચરતા નથી, તે પાછળ પણ વાતાવરણમાં ઉત્પન્ન થતા જીવોની રક્ષાનો જ આશય રહેલો છે.

સૂર્ય જયારે આદ્રા નક્ષત્ર પર આવે છે ત્યારે પૃથ્વી રજસ્વલા થાય છે એવી વાયકા છે. જે ઉત્ત્।મ વરસાદનું પ્રતીક માનવામાં આવે છે. જયોતિષશાસ્ત્રમાં સૂર્યની રાશિ બદલાવા અને નક્ષત્ર બદલાવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.આમ તો સૂર્ય વર્ષભરમાં તમામ રાશિઓ અને નક્ષત્રમાંથી પસાર થતો હોય છે પરંતુ આદ્રા નક્ષત્રમાં તેના પ્રવેશને વધારે મહત્વ આપવામાં આવે છે. આ દિવસે લોકિક ધર્મ માન્યતા પ્રમાણે ભગવાન શંકર અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેમજ તેમને ખીર અને પૂરી તથા કેરીનો ભોગ ધરવામાં આવે છે. આદ્રા નક્ષત્ર ઉત્ત્।ર દિશાનો સ્વામી છે, અને આ નક્ષત્રનો સ્વામી રાહુ છે. આકાશ મંડળમાં બ્રહ્માંડમાં કુલ ૨૭ નક્ષત્ર આવેલા છે, જેમાંથી આદ્રા નક્ષત્રનો ક્રમ છઠ્ઠો માનવામાં આવે છે.

આદ્રા નક્ષત્ર મૃગશીર્ષ અને પુનર્વસુ નક્ષત્રની વચ્ચે આવેલું છે. લૌકિક શા સ્ત્રોમાં ખાસ કરીને વામન પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આદ્રા નક્ષત્ર ભગવાન વિષ્ણુના વાળમાં વસવાટ કરે છે.

આદ્રા નક્ષત્રને જીવનદાતા પણ કહેવામાં આવે છે. જયારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે સંપૂર્ણ ઉત્ત્।ર ભારતનાં રાજયોમાં ખીર અને કેરી ખાવાની પરંપરા ચાલી આવે છે.

લોકો તેને ખૂબ જ શુભ માને છે પાપગ્રહ રાહુને આદ્રા નક્ષત્રમાં આવવાના કારણે મહામારી અને અનિષ્ટનો કારક માનવામાં આવે છે. જયારે સૂર્યનું આ નક્ષત્રમાં હોવું શુભ માનવામાં આવે છે.

વર્ષમાં છ મહિના સૂર્ય ઉત્તરાયણ અને છ મહિના દક્ષિણાયન માં રહે છે સૂર્ય દક્ષિણાયનમાં આવવું વર્ષાઋતુનો શુભ આરંભ માનવામાં આવે છે. સૂર્ય વર્ષ દરમ્યાન અશ્વીની થી રેવતી સુધીના ૨૭ નક્ષત્રોમાં ભ્રમણ કરે છે. સૂર્ય એક નક્ષત્રમાં સરેરાશ ૧૪ દિવસ રહે છે. આ રીતે સૂર્ય દર વર્ષે ૨૧ મી કે ૨૨ મી જુને આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે. ભારતમાં કેરળથી શરૂ થતુ ચોમાસુ લગભગ ૨૨ થી ૨૫ જુન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે છે. આથી આદ્રા નક્ષત્રથી હસ્ત નક્ષત્ર સુધીનો સમય ચોમાસાનો ગણાય છે. આ નક્ષત્રોને જુદા જુદા વાહનો આપેલા છે. કુદરતના વિવિધ સ્વરૂપો પશુ અને પક્ષીઓ નક્ષત્રના વાહનો ગણાય છે. આ વાહનો અને નક્ષત્રો અનુસાર વરસાદ આવે એવું મનાય છે. આ વર્ષે તમામ વરસાદી નક્ષત્રો સોમવારથી શરૂ થતા હોવાથી વરસાદ સારા પ્રમાણમાં આવે તેની શકયતા ગણાય. નક્ષત્ર વિજ્ઞાાનના આધારે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં સારો વરસાદ પડવાની શકયતા છે.

આપણા ગુજરાતમાં વરસાદ જોવાની અનેક રીતો છે. પ્રાચીન સમયથી હોળીની ઝાળ, અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા, ભડલીના વર્તારા , ઈંડાળી કીડીઓ, ચૈત્ર સુદ બીજનો ચંદ્ર, નક્ષત્રો અને તેના વાહનો, ટીટોડીના ઈંડા,જળ,વાયુ,ઘાસ, અનાજનો સ્તંભ, ગોચરમાં ગ્રહોના ભ્રમણ વગેરેના આધારે વરસાદની આગાહી કરાય છે. આ બધી પધ્ધતીઓમાં નક્ષત્રો અને તેના વાહનોના આધારે વરસાદની આગાહી કરવાની રીત સૌથી પ્રાચીન અને સચોટ છે.

જયોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય પુુરુષ છે જયારે ચંદ્ર  સ્ત્રી છે. વર્ષાઋતુના નક્ષત્રમાં જો સૂર્ય-ચંદ્ર બન્ને નર સંજ્ઞક હોય કે બન્ને સ્ત્રી સંજ્ઞક હોય તો સારો વરસાદ પડતો નથી, પરંતુ સૂર્ય પુરુષ અને ચંદ્ર સ્ત્રી સંજ્ઞક હોય તો સારો વરસાદ પડે છે.

સારા વાહન કયાં કયાં? : જયોતિષશાસ્ત્રકારોએ સારા વરસાદ માટે નક્ષત્રના જે વાહનો શ્રેષ્ઠ ગણ્યા છે, તેમાં હાથી, દેડકો, ઘેટું, ઉંદર અને અશ્વનો સમાવેશ થાય છે. જે તે નક્ષત્રના પાંચે વાહન વરસાદ લાવનારા છે.

સૌર મંડળના અધિષ્ઠાતા સૂર્ય દક્ષિણ દિશામાં પ્રયાણ શરૂ કરશે, દિવસ ટૂંકો અને રાત થશે ક્રમશઃ લાંબી

સૂર્ય એ સૌર મંડળનો સંચાલક છે. પૃથ્વી પરના લગભગ તમામ પરિવર્તન માટે સૂર્ય દેવ જવાબદાર છે. સૂર્યની ભ્રમણકક્ષામાં, પૃથ્વી તેની ધરી પર કર્ક રેખાથી મકર રેખા સુધી વિચલન કરે છે. વિચલનના પરિણામે, પૃથ્વી પર સૂર્યની અસરો બદલાતી રહે છે. ભારતીય કેલેન્ડર મુજબ, એક વર્ષમાં સૂર્ય ઉત્ત્।રાયણ અને દક્ષિણાયન માં ભ્રમણ કરે છે.

તેમની ઉત્ત્।રાયણ ગતિ ૨૧ જૂન ૨૦૨૧ના   રોજ પૂર્ણ થવાની છે. તે પછી તેઓ દક્ષિણાયનમાં ગતિ કરશે. તે આગામી છ મહિના સુધી દક્ષિણાયન રહેશે. સૂર્યદેવના આગમનની સાથે જ હવામાન ઠંડક ભર્યું બનશે. અને ઉનાળો બાય બાય કહેવા માંડશે. આમ, ભારતના સંદર્ભમાં, અહીં બે મુખ્ય ઋતુ ઓ છે, ઉનાળો અને શિયાળોનો સમય. ૨૧ જૂને સૂર્યની કિરણો ઉષ્ણકટિબંધીય કર્ક રેખા પર લંબવત રીતે પડે છે. આ દિવસે વ્યકિતનો પડછાયો લગભગ શૂન્ય થઈ જાય છે.

પૃથ્વીના અક્ષીય પરિભ્રમણની અસરને લીધે, સૂર્ય ભગવાન ૨૧ જૂનથી ફરીથી ઉષ્ણકટિબંધીય કર્ક રેખાથી મકર રેખા તરફ આગળ વધે છે. ૨૨ ડિસેમ્બરની આસપાસ, સૂર્ય મકર રેખા થી ફરી ઉત્ત્।રી ગોળાર્ધ તરફ જવાનું શરૂ કરે છે. આ વિચલન અત્યંત મહત્વપૂર્ણ છે. જો આ સ્થિતિ ન હોય તો, પછી પૃથ્વીની એક બાજુ ખૂબ જ ગરમી ઉત્પન્ન થઇ જાય અને બીજી બાજુ ખૂબ જ ઠંડી થઈ જાય. આને કારણે પૃથ્વીનું સંતુલન બગડવાનું શરૂ થાય. પૃથ્વી પરનું જીવન જોખમમાં રહેશે.

પૃથ્વી સૂર્યમંડળમાં તેની ધરી પર લગભગ ૨૩ ડિગ્રી નમેલી છે. આ વૃત્ત્િ।ને લીધે, સૂર્ય કર્ક રેખા ના ઉષ્ણકટિબંધીય અને મકર રેખાના વચ્ચે પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણ એક વર્ષમાં એક ચક્ર પૂર્ણ કરે છે.

દક્ષિણાયન એ અવકાશમાં સુર્યની એક સ્થિતિ છે. દક્ષિણાયન ના દિવસે સૂર્ય માથાની સીધી દિશાથી એકદમ ઉત્ત્।રદિશા તરફ હોય છે. દક્ષિણાયન (દક્ષિણ+અયન) નો શાબ્દિક અર્થ છે દક્ષિણમાં ગમન. દિવસમાંં સુર્ય એકદમ માથા ઉપર હોય ત્યારની સ્થિતિમાં દરરોજ સુર્ય દક્ષિણ દિશા તરફ નમતો દેખાશે. દક્ષિણાયનનાં સમયે સૂર્ય પૃથ્વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પરિવર્તન કરી થોડો-થોડો દક્ષિણ દિશા તરફ ખસતો જાય છે. આમ, સૂર્ય દક્ષિણ દિશા તરફ ખસવાનુ ચાલુ કરે તે દિવસને દક્ષિણાયન તરીકે ઓળખવામાં આવે છે.

સૂર્યના કિરણો ઉત્ત્।ર ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી દક્ષિણ ગોળાર્ધમાં રાત્રિઓનો સમય લાંબો થતો જાય છે. આ દિવસને દક્ષિણાયન કહે છે.

હિન્દુ કેલેન્ડર અનુસાર દક્ષિણાયનના સમયમાં અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક અને માગશર આ છ મહિના આવે છે.તેમાં પણ શરૂઆતના ચાર મહિનામાં કોઈપણ પ્રકારના શુભ કાર્યો કરવામાં આવતા નથી. કારણ કે આ સમય દરમિયાન દેવ શયન અવસ્થામાં હોય છે એટલે જ દક્ષિણાયનની શરૂઆતના ચાર મહિનામાં દાન-પુણ્ય અને પૂજા જેવા કર્મો જ કરવા જોઈએ.

૨૨ ડિસેમ્બર થી ૨૧ જૂન સૂધી દિવસ મોટો થતો જાય. ૨૧ જૂન થી ૨૨ ડિસેમ્બર સુધી રાત્રિ લાંબી થતી જાય.

વર્ષમાં બે દિવસ એટલે કે ૨૧ ડિસેમ્બરે સૌથી લાંબી રાત અને ૨૧ જૂને સૌથી લાંબો દિવસ હોય છે.

૨૧ જૂને દિવસ સૌથી મોટો અને રાત સૌથી નાની.

આજનો દિવસ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ હોય છે, જયારે દક્ષિણ ગોળાર્ધમાં આ વર્ષનો સૌથી ટુંકો દિવસ હોય છે.

૨૧ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૭૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૭૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૯૩ દિવસ બાકી રહે છે.

સૂર્ય નક્ષત્ર પ્રમાણે વરસાદની વિગત

તારીખ ૮/૬/૨૧ થી ૨૨/૬/૨૧ સુધી સૂર્ય મુગશીર્ષ નક્ષત્રમાં રહેશે. વાહન ગધેડો પવન અને બફારો રહે કયાંક વરસાદ થાય.

તારીખ ૨૨/૬/૨૧ થી ૫/૭/૨૧ સુધી સૂર્ય આદ્રા નક્ષત્રમાં સવારે ૫.૪૧ મિનિટે પ્રવેશ કરશે. વાહન શિયાળનું વાદળા રહે વરસાદ મધ્યમ થાય.

તારીખ ૬/૭/૨૧ થી ૧૯/૭/૨૧ સુધી સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં સવારે ૫.૧૯ મિનિટે પ્રવેશ કરશે. વાહન ઉદરનું પવન સાથે વરસાદ સારો થાય.

તારીખ ૨૦/૭/૨૧ થી ૨/૮/૨૧ સુધી સૂર્ય પુષ્પ નક્ષત્રમાં સવારે ૪.૪૬ મિનિટે પ્રવેશ કરશે. વાહન અશ્વનું છુટોછવાયો વરસાદ થાય.

તારીખ ૩/૮/૨૧ થી ૧૬/૮/૨૧ સુધી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં સવારે ૩.૪૩ મિનિટે પ્રવેશ કરશે. વાહન મોરનું સારો વરસાદ થાય.

તારીખ ૧૬/૧૭/૮/૨૧ થી ૨૯/૮/૨૧ સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રાત્રે ૧.૧૭ મિનિટે પ્રવેશ કરશે. વાહન ગધેડો તોફાની પવન સાથે ભારે વરસાદ થાય.

તારીખ ૩૦/૮/૨૧ થી ૧૨/૯/૨૧ સુધી સૂર્ય પૂર્વા ફાલ્ગુની રાત્રે નક્ષત્રમાં ૯.૨૧ મિનિટે પ્રવેશ કરશે. વાહન દેડકો સારો વરસાદ થાય.

તારીખ ૧૩/૯/૨૧ થી ૨૭/૯/૨૧ સુધી સૂર્ય ઉત્ત્।ર ફાલ્ગુની નક્ષત્રમાં બપોરે ૩.૦૮ મિનિટે પ્રવેશ કરશે. વાહન ભેંસનું વરસાદ સારો થાય.

તારીખ ૨૮/૯/૨૧ થી ૯/૧૦/૨૧ સુધી સૂર્ય હસ્ત નક્ષત્રમાં સવારે ૬.૪૪ મિનિટે પ્રવેશ કરશે. વાહન અશ્વનું સામાન્ય વરસાદ થાય.

તારીખ ૧૦/૧૦/૨૧ થી ૨૩/૧૦/૨૧ સુધી સૂર્ય ચિત્રા નક્ષત્રમાં સાંજે ૭.૪૦ મીનીટે પ્રવેશ કરશે. વાહન મોરનું કયાંક ભારે વરસાદ પડે.

તારીખ ૨૪/૧૦/૨૧ થી ૬/૧૧/૨૧ સુધી સૂર્ય સ્વાતિ નક્ષત્રમાં સવારે ૬.૧૫ મિનિટે પ્રવેશ કરશે. વાહન ગધેડો સમુદ્રમાં વરસાદ પડે કયાંક છાંટા પડે.

(3:29 pm IST)