Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રાજકોટમાં વેકસીન ઉત્સવનો પ્રારંભ

તમામ ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૮ થી મોટી ઉંમરના નાગરિકો ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લઇ શકશે : આજે બપોર ૧ વાગ્યા સુધીમાં ૨,૨૬૪ શહેરીજનોએ વેકસીન લીધી

રાજકોટ,તા. ૨૧: દેશના માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 'બધાને વેકસીન, મફત વેકસીન' ની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદેશ્ય સાથે સમગ્ર ગુજરાતમાં તા. ૨૧જૂન થી કોવીડ વેકસીનેશન મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૨૧ આરોગ્ય કેન્દ્ર ખાતે સવારે ૦૯ૅં૦૦ વાગ્યે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અભિયાનમાં આજે બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૨૨૬૪ શહેરીજનોએ કોરોના સામેની રસી મુકાવી હતી. આ અભિયાનમાં ૧૮ વર્ષથી મોટી ઉમરના તમામ લોકોને સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી કોરોના વેકસીન આપવામાં આવી રહી છે.

આ વેકસીનેશન અભિયાનનો તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રો ખાતે જુદાજુદા મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નં. ૧૧ના મવડી આરોગ્ય કેન્દ્ર, મવડી ગામ, દાદા મેકરણ ચોક, મવડી ચોકડી ખાતે મેયરશ્રી ડો.પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનરશ્રી ઉદિત અગ્રવાલ, નાયબ મ્યુનિ. કમિશનરશ્રી બી. જી. પ્રજાપતિ, તથા વોર્ડ નં.૧૧/૧૨ના કોર્પોરેટર અને સંગઠનના હોદેદારો, જકાત નાકા ખાતે સાંસદ મોહનભાઈ કુંડારીયા તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટરઓ, વોર્ડ નં.૮ના નાના મૌવા આરોગ્ય કેન્દ્ર, નાના મૌવા ચોકડી પાસે ખાતે સાંસદ રામભાઈ મોકરીયા તથા વોર્ડ નં.૦૮ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૯/૧૦ના નંદનવન આરોગ્ય કેન્દ્ર, નંદનવન સોસાયટી, ગાંધીગ્રામ પોલીસ ચોકી સામે ખાતે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તથા વોર્ડ નં.૦૯/૧૦ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૭ના રામનાથપરા આરોગ્ય કેન્દ્ર, રામનાથ પરા, શેરી નં.૧૪ ખાતે ધારાસભ્યગોવિંદભાઈ પટેલ તથા વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૧૮ના કોઠારીયા આરોગ્ય કેન્દ્ર, પારડી રોડ, કોઠારીયા ગામ ખાતે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તથા વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર અને સંગઠન હોદેદ્દારો, વોર્ડ નં. ૧૪ના અખિલ હિન્દ મહિલા પરિષદ આરોગ્ય કેન્દ્ર, લક્ષ્મીવાડી મેઈન રોડ, ગાત્રાળ ચોક ખાતે પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઈ કાનગડ તથા વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં.૩ના જંકશન પ્લોટ આરોગ્ય કેન્દ્ર, રેલ્વે જંકશન સામે, વોર્ડ ઓફિસની બાજુમાં ખાતે પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ અને ભૂતપૂર્વ મેયરશ્રી બિનાબેન આચાર્ય તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટર અને સંગઠનના હોદેદ્દારો, વોર્ડ નં.૨ના સદર આરોગ્ય કેન્દ્ર, શાસ્ત્રી મેદાન પાસે, કુંડલીયા કોલેજની બાજુમાં ખાતે ડે. મેયરશ્રી ડો.દર્શિતાબેન શાહ તથા વોર્ડ નં.૦૨ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં.૫ના આઈ.એમ.એ. આરોગ્ય કેન્દ્ર, પેડક રોડ, સંત જ્ઞાનેશ્વર સ્કુલની બાજુમાં ખાતે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનશ્રી પુષ્કરભાઇ પટેલ તથા વોર્ડ નં.૦૫ના કોર્પોરેટર અને સંગઠનના હોદેદારો, વોર્ડ નં.૧૭ના ન્યુ રઘુવીર આરોગ્ય કેન્દ્ર, બાબરીયા મેઈન રોડ, રઘુવીર સોસાયટી ખાતે શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા તથા વોર્ડ નં.૧૭ના કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ નં. ૧૩ના નારાયણનગર આરોગ્ય કેન્દ્ર, નારાયણ નગર મેઈન રોડ, ઢેબર રોડ, ફાટક સામે ખાતે દંડકશ્રી સુરેન્દ્રસિંહ વાળા તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં.૧ના શ્યામ નગર આરોગ્ય કેન્દ્ર, બિલેશ્વર મંદિર પાસે, શ્યામનગર ૪/૫ ખૂણો, ગાંધીગ્રામ ખાતે કોર્પોરેટરશ્રી અને ભૂતપૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તથા વોર્ડ નં.૦૧ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં.૪ના મોરબી રોડ આરોગ્ય કેન્દ્ર, મોરબી રોડ, વોર્ડ નં.૬ના કબીર વન આરોગ્ય કેન્દ્ર, કબીર વન સોસાયટી શેરી નં.૦૧, સંતકબીર રોડ ખાતે આરોગ્ય સમિતિના ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા તથા વોર્ડ નં.૦૬ના કોર્પોરેટરઓ, વોર્ડ નં. ૧૭ના હુડકો આરોગ્ય કેન્દ્ર, કોઠારીયા મેઈન રોડ, હરીઘવા રોડ, પોલીસ ચોકીની સામે ખાતે કોર્પોરેટર શૈલેષભાઈ પરસાણા તથા વોર્ડ નં.૧૭ના સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૪ના ભગવતીપરા આરોગ્ય કેન્દ્ર, ભગવતી પરા, શેરી નં.૦૫ ખાતે શહેર ભાજપ મહામંત્રીશ્રી કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડ નં.૦૪ના સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં.૬ના રામ પાર્ક આરોગ્ય કેન્દ્ર, રામ પાર્ક કોમન પ્લોટ, ભાવનગર રોડ ખાતે અતુલભાઈ પંડિત તથા વોર્ડ નં.૦૬ના સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૧૫ના સ્વ. ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર, રાજમોતી ઓઈલ મીલ પાસે, ભાવનગર રોડ ખાતે વોર્ડ નં.૧૫ના પ્રભારી, જીણાભાઇ ચાવડા પ્રમુખ તથા સંગઠનના હોદ્દેદારો, વોર્ડન નં.૧૬ના પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્ર, પ્રણામી ચોક, સિયાણી મેઈન રોડ ખાતે વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૭ના વિજય પ્લોટ આરોગ્ય કેન્દ્ર, શાળા નં.૨૮, વિજય પ્લોટ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભૂતપૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો, વોર્ડ નં. ૧૨/૧૩ના આંબેડકર આરોગ્ય કેન્દ્ર, આંબેડકર નગર, ગોકુલધામ મેઈન રોડ, સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા ખાતે ભૂતપૂર્વ કોર્પોરેટરશ્રી રાજુભાઈ બોરીચા તથા વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(3:04 pm IST)