Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

આજે વિશ્વ યોગ દિવસ

તમારા શરીર માટે માત્ર ૧૫ મીનીટ ફાળવો અને આખા દિવસની ઉર્જા મેળવો

હું છેલ્લા સાતેક વર્ષથી યોગ કરૂ છુ. શરીરની તંદુરસ્‍તી માટે યોગ ખુબ જરૂરી છે. તેમાં પણ હાલની કોરોનાની પરિસ્‍થિતિમાં યોગ અકસીર ઇલાજ ગણાયો. બહેનોને ૪૫ વર્ષ પછી જે નાની મોટી સમસ્‍યા શરૂ થાય છે. તેમાં પણ યોગ  કરવાથી સારો ફાયદ રહે છે. તે મારો જાત અનુભવ છે.

મે યોગ કોચ પારૂલબેન દેસાઇ પાસે યોગની ટ્રેનીંગ લીધી હતી. બાદમાં હું પોતે યોગ ટ્રેનર બની ગઇ. ધીરે ધીરે મેં વિનામુલ્‍યે યોગ કલાસ શરૂ કર્યા. મારો ધ્‍યાયે માત્ર લોકોને યોગમય બનાવવાનો છે. લોકડાઉનમાં પણ મેં સોશિયલ ડીસ્‍ટન્‍સના નિયમ પાલન સાથે લોકોને રોગપ્રતિકારક શક્‍તિ વધારતા યોગ શિખવ્‍યા. કોરોનાની બીજી લહેરમાં ફેફસાને થતા નુકશાન સામે શ્વાસોશ્વાસની ક્રિયાઓ ખુબ લાભદાયી રહી. કપાલભ્રાતિ, ભસ્‍તીકા, અનુલોમ-વિલોમ અને ઓમકાર જેવા પ્રાણાયામથી રોગપ્રતિકારક શક્‍તિ વધારી શકાય છે. ગમે તેવા અસાધ્‍ય રોગોમાં પણ અનુલોમ - વિલોમ પ્રાણાયામનો અભ્‍યાસ કરી શકાય છ.ે આ પ્રાણાયામથી આપણા શરીરની ૭૨ કરોડ ૭૨ લાખ ૧૦ હજાર ૨૦૧ નાડીનું શુધ્‍ધિકરણ થાય છે.

વાત, પિત, કફ હોય કે કોલેસ્‍ટ્રોલ કે માથાનો દુઃખાવો, કમરનો દુઃખાવો, સ્‍નાયુનો દુઃખાવો, સંધિવા, બી.પી., કેન્‍સર જેવી તમામ સમસ્‍યાઓનો ઉપાય અનુલોમ- વિલોમ પ્રાણાયામમાં છે. આપણા ઋષિમુનિઓએ જણાવ્‍યાનુસાર આ બધી ક્રિયાઓ માટે સવારનો એટલે કે પ્રાતઃ કાળનો સમય ખુબ લાભદાયી નિવડે છે. યોગમાં આવતા સુર્યનમસ્‍કારના પણ અગણિત ફાયદા છે. યોગ સેવક શિશુપાલજીએ જે ચેઇન ચાલુ કરી છે. તેના આધારે ઘરે ઘરે યોગ પહોંચાડી સૌને સ્‍વસ્‍થ અને નિરોગી બનાવી શકાશે.

હું જે યોગા કલાસ ચલાવુ છુ. ત્‍યાં ૧૨-૧૫ વર્ષથી લઇને ૫૦-૬૫ વર્ષના બહેનો આવે છે. બધા જ બહેનોને પહેલા ઓમકાર પછી પ્રાર્થના, કપાલભ્રાતિ, ભ્રસ્‍તિકા, સુક્ષ્મ વ્‍યાયામ, યોગાસન, સુર્યનમસ્‍કાર અને અનુલોમ-વિલોમ પ્રણાયામ કરાવવામાં આવે છે. છેલ્લે એકયુપ્રેશરના પોઇન્‍ટ અને હાસ્‍યાસન પણ કરાવવામાં આવે છે. જે રીતે તમે મોબાઇલને ચાર્જ કરો છે. તેમ શરીરને ચાર્જ કરવા માટે માત્ર ૧૫ મીનીટ ફાળવી સુર્યનમસ્‍કાર અને અનુલોમ-વિલોમ પ્રાણાયામનો અભ્‍યાસ કરવો જરૂરી છે. તમને આખા દિવસની ઉર્જા મળી જશે. 

                   - રીંકુબેન પંકજભાઇ બુધ્‍ધદેવ

રાજકોટ, મો.૯૪૨૮૮ ૯૪૦૧૫

(12:21 pm IST)