Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

મ્યુનિ.કોર્પોરેશનનું જનરલ બોર્ડ 30 જૂન સુધીમાં બોલાવી શકાશે: વધુ એક વખત મુદત વધી

છેલ્લે સામાન્ય બોર્ડ ડિસેમ્બરમાં મળ્યુ હતુ: ફેબ્રુઆરીમાં બજેટ બોર્ડ મળ્યુ હતુ

રાજકોટ: રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા લોકડાઉન ના કારણે મ્યુનિ. કોર્પોરેશનની સામાન્ય સભા બોલાવાની મુદત ૩૦ જૂન સુધી કરવામાં આવી છે. અગાઉ રાજ્ય સરકારે ૩૧મી સુધીની મુદત આપી હતી પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન-04 ૩૧ મે સુધી લંબાવવામાં આવતા મ્યુ.કમિશનર ઉદીત અગ્રવાલે બોર્ડ બોલાવવા અંગે રાજ્ય સરકાર પાસે માર્ગદર્શન માગ્યું હતું .જે અન્વેય વિકાસ વિભાગે ૩૧ મેના બદલે ૩૦ જૂન સુધી સામાન્ય સભા બોલાવાની મંજૂરી આપી છે. અત્રે નોંધનીય છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા દર બે મહિને બોલાવવામાં આવે છે. છેલ્લે ડિસેમ્બર માસમાં જનરલ બોર્ડ મીટીંગ યોજાઇ હતી. ફેબ્રુઆરી માસમાં યોજાયેલ બોર્ડમાં માત્ર બજેટ અંગે ચર્ચાઓ થઈ હતી.

(9:27 pm IST)