Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

સીંગતેલમાં ૧૦ રૂ. ઘટયા

રાજકોટ, તા., ૨૧: સીંગતેલમાં ગત સપ્તાહમાં તેજી બાદ ચાલુ સપ્તાહમાં મંદી જોવા મળી રહી છે. આજે વધુ ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો છે.

સ્થાનીક બજારમાં ઉંચા મથાળે ઘરાકી ઘટતા સીંગતેલમાં ૧૦ રૂ.નો ઘટાડો નોંધાયો હતો. ગઇકાલે સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.) ૧૩૬ં૦ થી ૧૩૮પ રૂ. હતા તે ઘટીને આજે  ૧૩પ૦ થી ૧૩૭પ રૂ. થયા હતા. જયારે સીંગતેલ નવા ટીનના ભાવ ર૩૩૦ થી ર૩૮૦ રૂ. હતા તે ઘટીને ર૩ર૦ થી ર૩૭૦ રૂ.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. સીંગતેલની સાથે કપાસીયા તેલમાં પણ પ રૂ.નો ઘટાડો થતા કપાસીયા ટીનના ભાવ ઘટીને ૧૩૪પ થી ૧૩૭પ રૂ. થયા હતા.

(3:47 pm IST)