Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉનમાં દુકાન ખુલ્લી રાખનારા બે વેપારી સામે ગુનોઃ ૩ર શખ્સોની ધરપકડ

રાજકોટ તા. ર૦ : કોરોના મહામારી અંતર્ગત લોકડાઉનનો કડક પાલન કરાવતી પોલીસે આ કામગીરીમાં બાર કલાકમાં ર૭ કેસ નોંધી બે વેપારી સહિત ૩ર શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી જેની માહીતી આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે ભકિતનગર સ્ટેશન પ્લોટ શેરી નં.૭/૧૧માં વીરાણી કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફલોરમાં આવેલી મનીષ ટ્રેડર્સ નામની પેકીંગ મટીરીયલ્સની દુકાન સાંજે ચારવાગ્યા પછી પણ ખુલ્લી રાખતા મનીષ જીવનભાઇ ટુંડીયા (રહે. કાલાવડ રોડ એજી રોડ રૂડા નં.૧) ને અને ભવાનીનગર શેરી નં. પમાં કરિયાણાની દુકાન ખુલ્લી રાખનાર અલ્પેશ ભગવાનજીભાઇ ભુવા (રહે. ભવાનીનગર શેરી નં. પ)ને તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ પર ગંજીવાડાના નાકા પાસેથી ખોડીદાસ બાબુભાઇ આંબલીયા, ચેતન હંસરાજભાઇ સાંકળીયા, ચુનારાવાડ ચોકમંથી ધર્મેશ નાનુભાઇ ખોખર, નિલેશ જેરાભાઇ જાદવ, જયેશ મગનભાઇ મછોયા, આશીષ જેન્તીભાઇ ચુનારા, સંદીપ દીલીપભાઇ પરીયા, તથા કેદારનાથ ગેઇટ પાસે મનસુખ આંબાભાઇ વાડોદરીયા, તથા કુવાડવા રોડ પોલીસે બેડીગામ બાપાસીતારામ ચોકમાંથી અવીનાશ મોહનભાઇ ખાનીયા, ભદ્રેશ હસમુખભાઇ વડેરા, જગદીશ રમેશભાઇ ભાનુશાલી, મેહુલ ધીરૂભાઇ સોલંકી, કૈલાશ કેશુભાઇ પીપળીયા, ધર્મેન્દ્ર રમેશભાઇ અત્રેશા, ગીરીશ વાઘજીભાઇ સોજીત્રા, મહેશ દેવશીભાઇ માલકીયા, કમા ગેલાભાઇ વરૂ, ભરત વાઘજીભાઇ સોજીત્રા, જયેશ નરશીભાઇ નગવાડીયા તથા માલવીયાનગર પોલીસે ગૌરવ રાજેશભાઇ પાટડીયા, લક્ષ્મીનગર શાકમાર્કેટ પાસેથી ભાવેશ અમૃતલાલ હાડા, આનંદ બકુલભાઇ રાઠોડ, રાજેશ ભીમજીભાઇ ડોડીયા, હસમુખ દામજીભાઇ પરમાર, સુનીલ બકુલભાઇ રાઠોડ તથા તાલુકા પોલસે બાલાજી હોલ પાછળથી અજુન આનંદભાઇ વાંક, રામધામ સોસાયટીમાંથી રોહીત હિરાભાઇ લુણાગરીયા અને મનોજ કાંતીભાઇ વ્યાસની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)