Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

વોર્ડ નં.૩માં નાના-મોટા વિકાસ કામો ટુંક સમયમાં શરૂ થશે

તબક્કાવાર, રોડ-પેવિંગ બ્લોક, વોકળાના કામો શરૂ કરવા મેયરને રજુઆત

રાજકોટ, તા. ર૧ : લોકડાઉન-૪માં અપાયેલી છુટછાટ બાદ હવે મ્યુ. કોર્પોરેશન દ્વારા નાના-મોટા વિકાસ કામો શરૂ કરવા નિર્ણય લીધો છે. ત્યારે વોર્ડ નં. ૩માં આગામી ટુંક સમયમાં વિકાસ કામો શરૂ કરવા વોર્ડ પ્રમુખ દ્વારા મેયરશ્રીને રજુઆત કરાઇ હતી.

આ અંગે શહેર વોર્ડ નં.૩ ભાજપ પ્રમુખ હેમુભાઇ પરમારની યાદીમાં જણાવાયું છે કે શહેરભરમાં વિકાસલક્ષી કામો શરૂ થશે. અહી વોર્ડ નં. ૩ માં પણ તમામ નાના-મોટા વિકાસ કામો મંજુર થતા હવે આગામી દિવસોમાં કામોનો પ્રારંભ થશે. જેમાં અવધ પાર્ક શેરી નં. ૧ થી ૬માં રબ્બર મોલ્ડ પેવિંગ બ્લોક કરવાનું કામ આગામી દિવસોમાં ટુંક સમયમાં જ શરૂ થશે. તેમજ અન્ય વિકાસલક્ષી જેમાં શાસ્ત્રીનગર શેરી નં. પ ગુરૂદ્વારા પાછળ નવું કન્વટર કરવુ઼, પોપટપરા મેઇન રોડ પર ડો. વિનુભાઇના દવાખાના પાછળ વોકળો અને કન્વટર બનાવવાનું કામ, સ્લમ કવાર્ટર્સની અલગ અલગ શેરીઓમાં સી.સી. તેમજ રબ્બર મોલ્ડનુ઼ કામ, પોપટપરા મિયાણાવાસમાં સી.સી. કામ શરૂ કરવું તેમજ ગાયકવાડી સીટીપરાના વોકળાનું કામ સી.સી. કામ સહિતના રેલનગરના ટી.પી. રોડ આવાસ યોજનાને જોડતા મેટલીંગ રોડ વિગેરે કામોને બહાલી મળતા અંતે હવે આ વિકાસ કાર્યોનો પ્રારંભ થશે.

આ તમામ કામો તાત્કાલિક શરૂ કરવા રાજકોટના મેયર બિનાબેન આચાર્યને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરાયાનું વોર્ડ પ્રમુખે જણાવ્યું હતું.

(3:04 pm IST)