Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

વોર્ડ નં.૧૭માં માસ્ક તથા હોમિયોપેથીક દવા ડોર ટૂ ડોર વિતરણ

કોરોના વાઇરસથી ફેલાયેલ રોગ કોવીડ-૧૯ની વૈશ્વિક મહામારી અંતર્ગત દેશભરમાં માર્ચ-૨૦૨૦થી લોકડાઉન અમલમાં છે. ત્યારે શહેરીજનો આ જીવલેણ રોગચાળા સામે પોતાની રોગપ્રતિકારક શકિત જાળવી શકે તે સંદર્ભ વોર્ડ નં.૧૭ના જાગૃત કોર્પોરેટર અનીતાબેન ગૌતમભાઈ ગોસ્વામી દ્વારા લોકોની રોગપ્રતિકારક શકિત વધે, સુરક્ષા દ્રઢ બને તે સંદર્ભ ડોર ટુ ડોર જઈને હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બ ૩૦ તથા માસ્કનું વિતરણ કરવામાં આવેલ છે.  આ તકે વોર્ડ પ્રભારી જીગ્નેશભાઈ જોશી, વોર્ડ પ્રમુખ જેન્તીભાઈ નોઘણવદરા, વોર્ડ મહામંત્રી યોગેશભાઈ ભટ્ટ, જગદીશભાઈ વાઘેલા, જેન્તીભાઈ સરધારા, બટુકભાઈ દુધાગરા, ગૌતમભાઈ ગોસ્વામી, જયપાલભાઈ ચાવડા, કીર્તીબા રાણા, ઇન્દ્રજીતસિંહ જાડેજા, હિતેન્દ્રભાઈ વડેરા, ચિંતનભાઈ ભાલારા, અમુભાઈ મકવાણા, રાજુભાઈ સગપરીયા, કાંતિભાઈ જોબનપુત્રા, રમેશભાઈ રામાણી, રાજુભાઈ નોઘણવદરા, નીલેશ ઠાકર, હંસાબેન વિરાણી, અમિતભાઈ કમાણી, રંભાબેન ભાલારા, ડો. રમેશ પરમાર, વિરલ ગોસાઈ, અલ્પેશભાઈ, હરીભાઈ મસાણી, જયશ્રીબેન મકવાણા, વિનુભાઈ સોલંકી, સુરેશભાઈ લીંબાસીયા, શકિત કાચા, હાર્દિકભાઈ બેલાણી, દોપીભાઈ કતીરા, જયશ્રીબા ઝાલા, અજયભાઈ જાદવ, મહેશભાઈ ડાંગર, નીલેશભાઈ ખાંટ, કમલેશભાઈ જાદવ, બીપીનભાઈ ગાંધી, કિશનભાઈ જાદવ, જીગ્નેશ કાકડિયા, રવજીભાઈ મકવાણા, વસંત સિરોયા સહિતના આગેવાનો દ્વારા તમામ વોર્ડના તમામ બુથમાં, સોસાયટીઓમાં વિતરણ કરવામાં આવેલ.

(3:04 pm IST)