Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

ગુજરાતનો હોટલ ઉદ્યોગ મૃતપાય છેઃ કરોડોનું રોકાણ કરનારના હપ્તા-વ્યાજ ચડી રહ્યા છેઃ લોકડાઉન-૪ માં ખોલવાની છૂટ આપો

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ ગુજરાતના સીએમ હતા ત્યારે તેમણે પ્રવાસન સ્થળો વિકસાવી ચાર ચાંદ લગાવ્યા હતા : હાલ દરેક હોટલ ધારકને ભાડુ-વ્યાજ-હપ્તા-લાઇટ બીલો ચડી ગયા છેઃ એક રૂમમાં માત્ર ર વ્યકિતઓ હોય છેઃ રેસ્ટોરન્ટ જેવુ નથી : સૌરાષ્ટ્ર-કચ્છ હોટલ ઓનર્સ એસો. દ્વારા વડાપ્રધાન-મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન

સૌરાષ્ટ્ર-કચ્છ હોટલ ઓનર્સ એસો. દ્વારા આજે વડાપ્રધાન-મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને હોટલ ખોલવની છૂટ અંગે આવેદન આપી રજૂઆતો કરાઇ હતી. તસ્વીરમાં કલેકટરને આવેદન આપતા આગેવાનો નજરે પડે છે.

રાજકોટ તા. ર૧ :.. સૌરાષ્ટ્ર-કચ્છ હોટલ ઓનર્સ એસો. એ વડાપ્રધાન તથા મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી હોટલો શરૂ કરવા માગણી કરી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છ હોટેલ ઓનર્સ.ના પ્રમુખ દીલીપ પટેલ, દશરથ વાળા, પ્રકાશ રાજપુરોહીત, શ્રેયસ વેગડ, નટુભાઇ, હીમાંશુ મહેતા સહિતનાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને ઇ-મેલથી તથા કલેકટરશ્રીના માધ્યમથી ગુજરાતના હોટલ ઉદ્યોગ મૃતપાયમાં કરોડો રૂપિયાનું રોકાણ કરનારના હપ્તા તથા વ્યાજ ચડત થયેલ હોય લોક ડાઉન-૪ માં જેવી રીતે અન્ય રોજગારને ખોલવાની છૂટ આપી તેવી રીતે હોટેલો શરૂ કરવા છૂટ આપવા રજૂઆત કરેલ છે.

આવેદનમાં જણાવલ કે, ભારતના વડાપ્રધાન અને પુર્વ મુખ્યપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મુખ્યમંત્રી બનતાની સાથે જ ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વિકસાવવાની શરૂઆત કરેલ પ્રવાસન માટેના સાસણ, ગીર, કચ્છનું રણ, ધાર્મિક સ્થળો દ્વારકા, સોમનાથ, અંબાજી સહિતના તમામ સ્થળોએ વધુન વધુ પ્રવાસન વિકસે તે માટે સ્ટાર અમીતાભ બચ્ચન દ્વારા જાહેરાતો કરાવી અને જે તે સમયે માત્ર પ્રવાસન નીગમના ચેરમેન તરીકે હાલ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની નિમણુંક કરી ગુજરાતના અનેક સ્થળોએ કરોડો રૂપિયા આપી સરકારે સ્થળોને વિકસાવેલ હતાં.

મોદીજીએ પ્રવાસી ટુરીઝમ સ્થળોને વિકસાવવાની સાથે હોટેલોને પણ વિજળી, ટેકસમાં રાહત આપી ટુરીઝમ વિકસાવેલ હતો અને બહારથી આવનારા લોકો માટે દારૂબંધી હળવી કરી અને ગુજરાતમાં વાઇનશોપોને મંજૂરી આપેલ હતી.

હાલ સમગ્ર ગુજરાતમાં હોટેલ ઉદ્યોગ ઠપ્પ થયેલ છે અને ભાડા, વ્યાજ, હપ્તા, લાઇટ બીલો ચડી ગયા છે. હોટેલ ઉદ્યોગને ખોલવાની મંજુરી આપવાથી કોરોના વાઇરસ ફેલાઇ શકતો નથી કારણ કે એક રૂમમાં માત્ર ૧ અથવા  બે વ્યકિતઓ જ હોય છે. ર૦ થી રપ રૂમવાળી હોટેલમાં માત્ર ર૦ થી રપ  પ્રવાસીઓ જ ઉતરી શકે છે તેના કરતા દુકાનો પર વધુ ભીડ જોવા મળી રહેલ છે. હોટેલ રહેવાની છે રેસ્ટોરન્ટ નથી રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં એક સાથે લોકો ભેગા થાય છે. રહેણાંક હોટેલોમાં થતા નથી.

હોટેલ ઉદ્યોગોમાં અનેક લોકોની રોજી રોટીના પ્રશ્ન હોય જે ધ્યાને લઇને પણ ગુજરાતમાં આગામી દિવસોમાં હોટેલો ખોલવાની પરવાનગી આપવા ગુજરાતમાં છૂટ આપવા આવેદન સમયે, હોટેલ એસો. ના ગજેન્દ્રસિંહ રાઠોડ, ભરત કોટક, અશોક ચૌહાણ, સૌમીલ પટેલ, સતીષભાઇ, વિવેક પરમાર, જીતુભાઇ કોટેચા, વિમલ વેકરીયા, જગદીશ ચૌધરી, મનોજભાઇ રાજદેવ,  શિવકુમાર, કેતન રાજપુરોહીત, નીલેશભાઇ કીર્તીભાઇ શાહ, પ્રવિણભાઇ સહિતના જોડાયેલ હતાં.

(3:02 pm IST)