Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ભવન અને કોલેજના છાત્રો માટે સ્માર્ટ જી.કે. ઓનલાઇન ટેસ્ટ

વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન થઇ શકશે : CCDCનું આયોજન

રાજકોટ, તા.ર૧ : ર૧મી સદી જ્ઞાનની સદી છે. સીસીડીસી, રાજકોટનો હંમેશ પ્રયાસ રહ્યો છે કે, વિદ્યાર્થીઓમાં ભરપૂર જ્ઞાન અને પોતાની કારર્કિદી ઝડપભેર ઘડે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનો આ શનિવારે પ૪ મો સ્થાપના દિવસ છે, ત્યારે સીસીડીસી પણ યુનિવર્સિટી તથા કોલેજના તમામ વિદ્યાર્થીઓ માટે એક સ્માર્ટ જી.કે. ઓનલાઇન ટેસ્ટનું આયોજન કરવા જઇ રહી છે. આ ટસ્ટની વિશેષતા એ છે કે, ઓનલાઇન ફ્રી મટીરીયલ રૂપે વિડીયો લિંક પણ આપવામાં આવશે. ટેસ્ટમાં ગુજરાત વિશે, ગુજરાતી ભાષા વિશે, સાંસ્કૃતિક વારસો, સામાન્ય ગણતિ જેવા વિષયોની સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિશે પણ વિડીયોની લિંક આપીને વિદ્યાર્થીઓ શીખી શકે અને તેમાંથી લગભગ ૮૦ ટકા જેટલુ ટેસ્ટમાં પૂછાઇ શકે, તેવું આયોજન કરાયું છે.

જેનું રજીસ્ટ્રેશન અત્યારે જ યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકાયેલી લિંકને કલીક કરવાથી થઇ શકશે. જે શુક્રવાર રાત્રીના ૧ર વાગ્યા સુધી ખુલ્લી રહેશે. એ જ જગ્યાએ ટેસ્ટ તા. ર૩-પ-ર૦ર૦ ને શનિવારે આપી શકાશે. ટેસ્ટની લિંક બરાબર ૧૦:પપ વાગ્યે ખુલશે અને ૧૧:૩૦ મિનીટે બંધ થઇ જશે. યાદ રહે રજીસ્ટ્રેશન કરનાર વિદ્યાર્થીઓ જ ટેસ્ટ આપી શકશે. એન.ડી.સી.ના સહયોગથી યોજાનાર આ પરીક્ષામાં પ્રથમ ત્રણ વિજેતાઓનેપુસ્તકો અને સર્ટીફીકેટ આપવામાંઆવશે. પ્રથમ દસના નામો અને આન્સર કી યુનિવર્સિટીની વેબસાઇટ પર મૂકવામાં આવશે. લોકડાઉન સંદર્ભે વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો થાય અને ભવિષ્યમાં આવનાર જીપીએસસી કે અન્ય ગુજરાત સરકારની પરીક્ષામાં પણ આ ટેસ્ટ મદદરૂપ થઇ શકે એવા શુભ આશયથી આ પ્રયાસ કરવામાં આવેલ છે.

યુનિવર્સિટીના ભવનો તથા કોલેજના પ્રિન્સીપાલશ્રીઓ અને અધ્યાપકશ્રીઓ પોતાના વિદ્યાર્થીઓને આ નિઃશુલ્ક ટેસ્ટ આપવા વધુમાં વધુ પ્રેરે તેવો અનુરોધ સીસીડીસીના કોર્ડીનેટર પ્રો. નિકેશ શાહ દ્વારા કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીની સાઇટ પર આ અંગે એક વિશેષ વિડીયો પણ કેરીયર એકસપર્ટ જયેશ વાઘેલા દ્વારા મૂકવામાં આવેલ છે જે વિદ્યાર્થીઓને જી.કે. ટેસ્ટની ઉપયોગિતા અને હેતુ પણ વધુ સ્પષ્ટ કરશે.

કાર્યક્રમને સફળ બનાવવા ટીમ સીસીડીસીના સુમિતભાઇ મહેતા, ચિરાગભાઇ તલાટીયા, દિપ્તીબેન ભલાણી, આશિષભાઇ કિડીયા, સોનલબેન નિમ્બાર્ક, હિરાબીન કિડીયા વગેરે જહેમત ઉઠાવી રહેલ છે.

(3:00 pm IST)