Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

પડધરીના રંગપર ગામે પોલીસ ઉપર હુમલો કરવા અંગે પકડાયેલા આઠ આરોપીઓની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ર૧: પડધરીના રંગપર ગામે જમાદાર, કોન્સ્ટેબલ ઉપર જીવલેણ હુમલો કરનાર આઠ આરોપીને જામીન પર મુકત કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

આજથી આશરે પોણા બે મહીના પહેલા પડધરીના રંગપરના બસ સ્ટેશન પાસે, પોલીસ જમાદાર વકાર ઉમરભાઇ અરબ, વિમલ રમેશભાઇ વેકરીયા એલ.આર.ડી. પોલીસ કોન્સ્ટેબલ ઉપર સરકારના લોકડાઉન દરમ્યાન બહાર આવવા-જવા ઉપર પ્રતિબંધીત જાહેરનામું બહાર પાડેલ હોય છતાં આરોપી બીજલ મૈયાભાઇ રાતડીયા, જાહેરમાં બહાર ીનકળી જતા પોલીસે તેમને પકડતા, આરોપી તથા અન્ય ૧ર થી ૧પ લોકોનો પોલીસને ફરજમાં રૂકાવટ કરી આરોપીઓ ભગાડવાના ઇરાદે પોલીસ ઉપર ધોકા, લોખંડના પાઇપથી હુમલો કરવાના ગુનામાં પોલીસે આરોપીઓની ધરપકડ કરેલ તે પૈકીના આઠ-૮ આરોપીઓને રૂ. રપ,૦૦૦/- જામીન પર મુકત કરતો આદેશ કરેલ હતો.

આ કામના પકડાયેલા આરોપીઓ (૧) હીરીબેન બીજલભાઇ, (ર) ભુરાભાઇ દેવાભાઇ, (૩) દલપતભાઇ કરશનભાઇ, (૪) દડુભાઇ લાખાભાઇ, (પ) વશરામભાઇ સતાાભાઇ (૬) પુંજાભાઇ હેમુભાઇ (૭) સુકાભાઇ લાખુભાઇ (૮) વેરશીભાઇ દેવાભાઇ રાતડીયા એ રેગ્યુલેર જામીન અરજી રાજકોટના ડિસ્ટ્રફીકટ એન્ડ સેસન્સ જજશ્રી યુ. ટી. દેસાઇની કોર્ટમાં કરેલ હતીમ. પડધરીના પી.એસ.આઇ. આરોપીએ નહીં છોડવા માટે વિગત વારનું સોગંદનામું કરેલ હતું અને સરકારી વકીલશ્રીએ પણ પોલીસ ઉપર ગંભીર ઇજા પહોંચી ફરજમાં રૂકાવટ કરેલ હોય અને હથીયાર બંધીના જાહેરનામાંનો ભંગ કરેલ હોય, જેથી આરોપીના જામીન અરજી નામંજુર કરવા રજુઆત કરેલ હતી.

આ કામના આરોપીઓએ આરોપીઓને છોડવા સામાન્ય ઇરાદો પાર પાડવા અને ધોકા, પાઇપ જેવા જીવલેણ હથીયારો ધારણ કરી, ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ અને જમાદાર ઉપર જીવલેણ હુમલો કરી, કાયદો હાથમાં લેવાની કોશીષ કરેલ હોય, તેવો ગુના કરેલ હતો આ ગુનામાં આરોપીઓને વકીલશ્રી દલીલ તથા રજુ કરેલ ચુકાદાઓ ધ્યાને લઇને અને દરેક આરોપીઓને રૂ. રપ,૦૦૦/-ના શરતી જામીન પર મુકત કરવાનો આદેશ સેશન્સ કોર્ટે ફરમાવેલ છે.

આરોપીઓ વતી એડવોકેટ અભયભાઇ ભારદ્વાજ, દિલીપભાઇ પટેલ, ધીરૂભાઇ પીપળીયા, કલ્પેશ નસીત અને અંશ ભારદ્વાજ વિગેરે રોકાયા હતાં.

(2:59 pm IST)