Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

ખૂન-લૂંટ-ખૂનની કોૈશિષ-જમીન કૌભાંડ સહિતના ચાર કેસોમાં આરોપીએ કરેલ માનવતાની જામીન અરજી રદ

રાજકોટ, તા. ર૧ : પડધરીના અમરેલી ગામના આંબાભાઇ વાડોદરીયા ઉપર ખૂનની કોશિશ તથા હિતેશ અકબરીને રસ્તામાં આંતરી માર મારી કરેલ લૂંટ તથા રમેશભાઇ પરસાણાની જમીનનું કરેલ કૌભાંડ સહિતના જુદા જુદા ચાર કેસોમાં માનવતાના ધોરણે ૯૦ દિવસ મેડીકલના ગ્રાઉન્ડસર રમેશ રાણાએ માંગલ વચ્ચગાળાની જામીનની માંગણી કરતી ચારેય જામીન અરજીઓ રાજકોટના પ્રિન્સીપલ ડિસ્ટ્રીકટ જજે રદ કરતા હુકમો ફરમાવેલ છે.

હકીકત જોઇએ તો આરોપી રમેશ રાણાએ પોતાને પગમાં પ્લેટ હોય જેમાં અસહ્ય દુખાવો થતો હોય અને મુકાવેલ પ્લેટની રીવીઝન સર્જરી કરવા પગનું ઓપરેશન કરવું પડે તેમ હોવાનો સીવિલ હોસ્પિટલ દ્વારા અભિપ્રાય આપેલ હોય જેથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓપરેશન કરવવા માનવતાના ધોરણે ૯૦ દિવસના વચ્ચગાળાની જામીનની માંગણી કરતી જુદા-જુદા ચાર કેસો જેમાં મયુર શીંગાળા મર્ડર તથા પડધરીના અમરેલી ગામના આંબાભાઇ વાડોદરીયા ઉપરની ખૂનની કોૈશિષ તથા હિતેશ અકબરીને રસ્તામાં આંતરી મારમારી કરેલ લૂંટ તથા રમેશભાઇ પરસાણાની જમીનનું કરેલ કૌભાંડ સહિતના કેસોમાં જુદી જુદી ચાર અરજીઓ કરવામાં આવેલ.

કોર્ટે તમામ હકીકતો, રજુઆતો, વાંધાઓ, દસ્તાવેજી પુરાવાઓ લક્ષે લેતા ડોકટરના કાગળોમાં ૧૦ મહિના પહેલાથી અરજદારની દુખાવા સબંધે ફરીયાદ છે જેમાં પેસન્ટને રીવીઝન સર્જરીની આવશ્યકતા છે. ઇલેકટીવ સર્જરી સબંધે અમદાવાદ સીવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ.

જીવનની જોખમી સ્થિતિથી પીડાતા નથી મૂળ ફરીયાદ તથા ત.ક.ની રજુઆત મુજબ અરજદારનો ગુનાહિત ભૂતકાળ છે. અરજદાર વિરૂદ્ધ ૭ જીલ્લામાંથી ભાગેડુના પ્રોસીડીંગ થયેલ છે. હાજરી સીકયોરર્ડ નથી જેથી વચ્ચગાળાના જામીન પર મુકત કરવાનું મુનાસીફ ન માની ચારેય કેસોની માનવતાની ચાર જામીન અરજીઓ રદ કરતો હુકમ ફરમાવામાં આવેલ.

ચારેય જામીન અરજીઓના કામ મૂળ ફરીયાદ પક્ષે એડવોકેટ સુરેશ ફળદુ, જવલંત પરસાણા, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા તથા સરકાર તરફે અતુલ જોશી, સમીર ખીરા, મહેશ જોશી તથા મયુર શીંગાળા મર્ડર વાળી અરજીમાં સ્પે.પી.પી. એન.એસ. દફતરી, ભાવીન દફતરી, પથિક દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતાં.

(2:59 pm IST)