Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કુમકુમ ગ્રુપ દ્વારા પક્ષીઓના પાણીના કુંડા-ચકલીના માળાનું નિઃશુલ્ક વિતરણ

રાજકોટઃ સેવાકીય પ્રવૃતિ કરતી સંસ્થા કુમકુમ ગ્રુપ દ્વારા ઉનાળામાં ધોમ-ધખધખતા તાપમાં પક્ષીઓને ઠંડુ પાણી મળી રહે એ હેતુથી દર વર્ષની જેમ આ વર્ષ પણ પક્ષીઓ બચાવો, ઝુંબેશ  ઉપાડેલ છે. એ હેતુથી ગોલ્ડન પાર્ક ટેલીફોન એક્ષચેન્જ પાછળ રાજકોટ ખાતેથી ૨૫૧ પાણીના કુંડા તેમજ ચકલા ઘરનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યુ હતુ. કુમકુમ ગ્રુપના આ સેવાયજ્ઞમાં મનોજભાઇ પટેલ, નારણભાઇ કેશરીયા, રંગાણીભાઇ, સુરેશભાઇ વિગેરે જોડાયેલ.

(2:55 pm IST)