Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

પાન- બીડી એજન્સીની દુકાનો પર આજે પણ વહેલી સવારે લાગી લાંબી લાઈનો

રાજકોટઃ લોકડાઉન હળવુ થયાને આજે ત્રીજો દિવસ થઈ ગયો. છતાય પાન- બીડીની એજન્સીની દુકાનો પર ભીડ ઓછી થવાનું નામ લેતી નથી. રાજકોટના યાજ્ઞિક રોડ- ભીલવાસના ખૂણા ઉપર કન્યા છાત્રાલય સામે આવેલ પી- પટેલ એજન્સી ખાતે આજે વહેલી સવારથી પાન- મસાલાનો માલ લેવા લાંબી લાઈનો લાગી હતી. એજન્સી ધારકોને દુકાન ખોલતા પહેલા લાઈનો વ્યવસ્થિત કરાવતા ઘણી મહેનત ઉઠાવવી પડી હતી. દુકાન ખૂલ્યા પહેલા ભીડ થયેલ તસ્વીરમાં નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(2:54 pm IST)