Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

ટોળાઓ ભેગા થાય તેવા ધંધાની છૂટ,પરમીટવાળા દારૂ માટે મુહૂર્તની રાહ !

વાઇન શોપ સત્વરે શરૂ કરવા સુનિલ ગોળવાળાની માંગણી

રાજકોટ, તા. ર૧ : શહેરના જાણીતા ગોળવાળા પેટ્રોલવાળા સુનિલ બવારીયા (ગોળવાળા) એ પરવાનાવાળી દારૂની દુકાનો સત્વરે ખોલવા દેવા માટેની માંગણી કરી છે.

સુનીલ ગોળવાળા જણાવેલ છે કે સ્વયં શિસ્તમાં મનનારા હજારો પરમીટ ધારકો ઘણા સમયથી વાઇન શોપ ખોલવાની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. રાજય સરકારે લોકડાઉનમાં અન્ય મહત્તમ છુટ આપી છે. તો વાઇન શોપ ખોલવા બાબતે કેમ અવઢવમાં છે ? પોતાના આરોગ્યના હેતુથી સરકારી હોસ્પિટલમાં આરોગ્યની તપાસની કરાવનાર જરૂરીયાતવાળા લોકોએ સરકાર દ્વારા નિયત મુજબ પરમીટ આપવામાં આવે છે. ૩ વર્ષના આઇ.ટી. રીર્ટન આધાર પુરાવા અને જે વ્યકિતને જરૂરીયાત હોય તેને જ પરમીટ મળે છે. મોટા ભાગે પરમીટ ધારક ઉચ્ચ મધ્યમ વર્ગ કે ઉદ્યોગપતિના હરોળનાં હોય છે તેની ઉંમર ૪૦ વર્ષ થી વધુ હોય છે આવા લોકો ટોળા શાહીમાં માનતા નહીં. પરમીટવાળી દુકાનો ચાલુ કરવા અનેક લોકોએ વારંવાર રજૂઆત કરેલ છે. દરેક રાજયમાં સ્થાનિક સરકારે વાઇન શોપ ખોલવાની સરકારે મંજુરી આપી છે. જયા કોરોનાની ખૂબ વધુ અસર હોય ત્યાં સરકારે હોમ ડિલીવરીની સુવિધા આપી છે. ધકકા ખાઇને પરમીટ મેળવી હોવા છતાં આવા લોકો અત્યારે પોતાની જરૂરીયાત પુરી કરી શકતા નથી. ટોળા ભેગા થાય તેવી પ્રખ્યાત જગ્યાઓના ધંધાર્થીઓને છુટ આપવામાં આવતી હોય તેમજ દેશના અન્ય રેડ ઝોનમા પણ પરમીટના દારૂની પરમીટની મંજુરી હોય તો ગુજરાતમાં ઓરેન્જ તેમજ ગ્રીન ઝોનમાં પરમીટ કેમ નહીં ?

(2:53 pm IST)