Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

૧પમાં નાણાપંચની ગ્રાંટ વેડફાતી રોકવા માટે હેડ ફેર જરૂર : સરપંચ સંગઠન

કામોની જોગવાઇઓમાં વિસંગતતા : વિજય કોરાટ

રાજકોટ, તા. ર૧: હાલમાં જ સરકારશ્રી દ્વારા ૧પમાં નાણાપંચ ર૦ર૦-ર૦ર૧ના કામો નક્કી કરવાની ગાઇડલાઇન ઇશ્યુ કરેલ છે જે બાબતે ૧પમા નાણાપંચ ર૦ર૦-ર૦ર૧ના કામો નક્કી કરવા મળવા પાત્ર અંદાજીત રકમના પ૦% રકમ ટાઇડ હેડે કામોનું આયોજન કરવા અંગે ગ્રામ પંચાયતોને સુચના મળેલ છે. સદરહું બાબતે ઘણી બધી વિસંગતતાઓ રહેલ હોઇ ગ્રામ્ય સરપંચ સંગઠન-રાજકોટના પ્રમુખ વિજય કોરાટ દ્વારા વહીવટી તંત્રને રજુઆત કરેલ છે.

વિજય કોરાટની રજુઆત છે કે ટાઇડ હેડે ખર્ચ કરવાની ગ્રાંટ પેકીના કામો મોટા ભાગના ગામોમાં થઇ ગયેલ છે અથવા આવા કામો પાણી પુરવઠા બોર્ડની ગ્રાંટ દ્વારા કરવામાં આવે છે તો ગાઇડલાઇન મુજબ પ૦% રકમ ફરજીયાત ટાઇડ હેડે વાપરવાની થતી હોય જેથી ન જોતા હોય તેવા કામોનું પણ ફરજીયાત આયોજન કરવું પડે છે જેથી રાજય સરકાર ગ્રાંટ ફાળવે છે તેવા કામો અંગે કેન્દ્ર સરકારની ગ્રાંટ વેડફાઇ તેમ છે. કોર્પોરેશન હદ વિસ્તારની નજીકના ઓજી વિસ્તારના મોટાભાગના ગામો તથા બીજા અન્ય ઘણા બધા ગામોમાં પાણીના તથા સેનીટેશનના કામો પૂર્ણ થયેલ છે અથવા મંજુર થયેલ હાલતમાં પેન્ડીંગ રહેલ છે જેથી ટાઇડ ગ્રાંટની રકમનું આયોજન ફરજીયાત થતા બિનજરૂરીપણે ખર્ચ કરવાનું ફરજીયાત થાય તેમ છે. ડોર ટુ ડોર કલેકશન અંગે જે ગામો પાસે પહેલથી જ વ્યવસ્થા છે તેવા ગામોએ આ ગ્રાંટ વાપરવી મુશ્કેલ છે તથા ૧૦૦% ભૂગર્ભ વાળા ઘણા ગામોમાં પણ આ ગ્રાંટ વાપરવી મુશ્કેલ છે થેથી આવું આયોજન ફરજીયાત હોય ગ્રાંટની રકમ વેડફાય તેવું જણાય છે.

(2:53 pm IST)