Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

લોકડાઉન ખુલતાં જ તિનપત્તીની મોસમ ખીલીઃ ત્રણ દરોડામાં ૨૨ની ધરપકડઃ મહિલાઓ પણ સામેલ

ગાંધીગ્રામ પોલીસનો કૃષ્ણનગરમાં, યુનિવર્સિટી પોલીસનોઅમૃતનગરમાં અને માલવીયાનગર પોલીસને લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે દરોડો

રાજકોટ તા. ૨૧: લોકડાઉન ખુલ્યા પછી લોકોએ જ્યાં ત્યાં પહોંચી જૂગાર રમવાનું પણ ચાલુ કરી દીધુ છે. જૂગારના ત્રણ દરોડામાં પોલીસે બાવીસને તિનપત્તી રમતાં પકડી લીધા છે. જેમાં એક દરોડામાં ઘરધણીના પત્નિ, બે પુત્રી સહિત ચાર મહિલા પણ સામેલ છે.

કૃષ્ણનગરમાં ગાંધીગ્રામ પોલીસનો દરોડોઃ ૧૦ પકડાયા

જામનગર રોડ વ્હોરા સોસાયટી પાછળ કૃષ્ણનગર-૪માં પિતૃ આશિષ મકાનમાં રહેતાં અને ઇકો કારનું ડ્રાઇવીંગ કરતાં શૈલેષ દિપચંદભાઇ પરમાર (ઉ.૫૨)એ પોતાના ઘરમાં જૂગારધામ ચાલુ કર્યાની બાતમી ગાંધીગ્રામના હાર્દિકસિંહ પરમાર તથા વનરાજ લાવડીયાને મળતાં દરોડો પાડી તેને તથા પરેશ છનાભાઇ બદલદાણીયા (ઉ.૪૦-રહે. મુળ ધ્રોકડવા જુનાગઢ હાલ રાજકોટ આલાપ ગ્રીન જે. કે. પાર્ક), જીજ્ઞેશ જસવંતભાઇ રાઠોડ (ઉ.૪૦-અરવિંદ ટાઉનશીપ આવાસ કવાર્ટર-ઇ-૨૦૫, રેલનગર), કમલેશ જીવણભાઇ પરમાર (ઉ.૩૯-રહે. રૈયા રોડ તિરૂપતીનગર-૨ ચામુંડા કૃપા), ગભરૂ કાનાભાઇ નાગર (ઉ.૪૩-રહે. ખુશીનગર-૩ થાન રોડ ચોટીલા), મહેશ પ્રભુદાસ કોટેચા (ઉ.૫૮), જ્યોતિબેન મહેશભાઇ કોટેચા (ઉ.૪૭) (રહે. બંને ગોપાલનગર-૧ ઢેબર રોડ), ઘરધણી શૈલેષ પરમારના પત્નિ રંજનબેન પરમાર (ઉ.૫૦) તથા બે દિકરીઓ જુલી પરમાર (ઉ.૨૨) અને પ્રિયા પરમાર (ઉ.૨૫)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૩૩૫૪૦ની રોકડ અને ગંજીપાના કબ્જે લીધા હતાં.

પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ આર.એસ. પટેલ, હેડકોન્સ. ખોડુભા જાડેજા, કોન્સ. હાર્દિકસિંહ પરમાર, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિગ્વીજયસિંહ ગોહિલ, દિવ્યરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા સહિતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પેટ્રોલીંગ દરમિયાન આ કામગીરી કરી હતી.

અમૃતનગરમાં યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ ૭ પકડાયા

યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. હરપાલસિંહ તથા કોન્સ. પુષ્પરાજસિંહની બાતમી પરથી જ્યોતિનગર પાસે અમૃતનગર-૨માં રહેતાં મુળ જેતપુર ખોડપરાના સંજીવગીરી જયસુખગીરી ગોસ્વામી (ઉ.૫૧)ના મકાનમાં દરોડો પાડી તેને તથા સચીન ખીમજીભાઇ દાંતી (ઉ.૨૮-રહે. અમૃતનગર-૨ મુળ જુનાગઢ), પરેશ મુકેશભાઇ માકડીયા (ઉ.૨૪-રહે. અંકુર વિદ્યાલય રોડ વૃંદાવન સોસાયટી-૪), ચિરાગ ગોપાલભાઇ ગમઢા (ઉ.૨૫-રહે. અમૃતનગર-૫ બી-૧૪), ઋત્વીક મનસુખભાઇ કાલરીયા (ઉ.૨૩-રહે. કસ્તુરી રેસિડેન્સી બી-૨૨૭), ઉજ્જવલ પ્રવિણભાઇ ગોસાઇ (ઉ.૨૮-રહે. ચંદનપાર્ક-૭) તથા વિરેન્દ્રસિંહ વિજયસિંહ પરમાર (ઉ.૨૪-રહે. ચંદ્રેશનગર-૨)ને તિનપત્તી રમતાં પકડી રૂ. ૨૧૯૦૦ની રોકડ કબ્જે લીધી હતી. એસીપી જે.એચ. સરવૈયા, એસીપી દિયોરાની સુચના હેઠળ પીઆઇ આર.એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, હેડકોન્સ. બલભદ્રસિંહ ચુડાસમા, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, જયંતિગીરી, મુકેશભાઇ ડાંગર, પુષ્પરાજસિંહ જાડેજા, અજયભાઇ ભુંડીયા સહિતે દરોડો પાડ્યો હતો. પકડાયેલા તમામ પ્રાઇવેટ નોકરી કરે છે.

લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે પત્તા ટીચતા પાંચ પકડાયા

માલવીયાનગર પોલીસે લક્ષ્મીનગર શાક માર્કેટ પાસે પીજીવીસીએલ ઓફિસ નજીક દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં ભાવેશ અમૃતલાલ હાડા (ઉ.૫૨-રહે. રાજ રેસિડેન્સી, સાકેત પાર્ક પાસે), આનંદ બકુલભાઇ રાઠોડ (ઉ.૨૦-રહે. લક્ષ્મીનગર-૫), રાજેશ ભીમજીભાઇ ડોડીયા (ઉ.૩૨-રહે. લક્ષ્મીનગર કવાર્ટર નં. ૧૩), હસમુખ દામજીભાઇ પરમાર (ઉ.૬૦-રહે. લક્ષ્મીનગર પાસે કવાર્ટર નં. ૮/૨૯૪૧) તથા સુનિલ બકુલભાઇ રાઠોડ (ઉ.૨૨-રહે. લક્ષ્મીનગર-૫નો ખુણો)ને જાહેરમાં જૂગાર રમતાં પકડી ૧૪૮૦ રોકડા અને ગંજીપાના કબ્જે લીધા હતાં. પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ ચંપાવત, ભાવેશભાઇ ગઢવી, મયુરસિંહ જાડેજા સહિતે દરોડો પાડ્યો હતો.

(1:03 pm IST)