Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

સતત બીજા દિવસે જે તે જીલ્લામાં જ એસટી બસો દોડીઃ રાજકોટ માટે જામનગર-ભાવનગરની એક ટ્રીપ

ઓનલાઇન બૂકીંગ ગઇકાલ કરતા વધ્યું: માંડ ૧૦૦ થી ૧પ૦ મૂસાફરો આવ્યા... : સુરેન્દ્રનગર-જૂનાગઢ બસની એક ટ્રીપ વાયા રાજકોટ થઇ ચલાવવાનું શરૂ...

રાજકોટ બસ સ્ટેશન ઉપર ધીમે ધીમે ટ્રાફિક વધ્યો...  :  રાજકોટ : ગઇકાલથી રાજયભરમાં જીલ્લાવાઇઝ એસ.ટી. બસ સેવા શરૂ થઇ છે , ગઇકાલે રાજકોટ બસ સ્ટેશન ઉપર પાંખી હાજરી  હતી, પરંતુ આજે ટ્રાફિક વધ્યો હતો તે તસ્વીરમાં જોઇ શકાય છે... ખાસ કરીને ગોંડલ-જેતપુર-જસદણ-પડધરી તરફ વધુ ટ્રાફિક હોવાનું ફરજ બજાવતા ડેપો અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું. તસ્વીરમાં રાજકોટ બસ સ્ટેશન ઉપર બસના આવવાની રાહ જોતા મુસાફરો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ર૧: આજે સતત બીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જે તે જીલ્લામાં જ એસટી બસો સવારે ૭ વાગ્યાથી દોડીહતી, જો.ડે.અધિકારી સૂત્રોના ઉમેર્યા તેમણે ગોંડલ-જસદણ પંથક તરફ વધૂ મૂસાફરો હતા, અન્ય તાલૂકા મથકમાં બસોમાં પાંખી હાજરી જોવા મળી છે, ખાસ કરીને જે તે જીલ્લામાં જ બસો દોડતી હોયમૂસાફરો માંડ ૧૦ થી ૧ર ટકા આવતા હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. આજે સવારે પણ માંડ ૧૦૦ થી ૧પ૦ મૂસાફરો રાજકોટના બસ સ્ટેશન ઉપર જોવા મળ્યા હતા.

જો, કે એક વાત નોંધનીય છે કે ઓનલાઇન બૂકીંગમાં ગઇકાલ કરતા વધારો નોંધાયો હતો, તો બપોર બાદ રાજકોટ માટે આવનાર જામનગર-રાજકોટ અને ભાવનગર-રાજકોટની એક ટ્રીપમાં ૩૦ મૂસારો સાથે બસ હાઉસફુલ જશે તેમ સૂત્રોએ ઉમેર્યું હતું.

દરમિયાન આજે સવારે ૧૦-૧પ વાગ્યે સુરેન્દ્રનર-જુનાગઢ વાયા રાજકોટ એક બસની ટ્રીપમાં પણ મૂસાફરોની સંખ્યા વધી હતી. તંત્ર દ્વારા દરેક બસની સાફ-સફાઇ, સેનેટાઇઝર, મૂસાફરો-ડ્રાઇવરો-કંડકટરોનું થર્મલમન દ્વારા ચેકી઼ગ સહિતની કાર્યવાહી સતત થઇ રહી છે.

રાજકોટથી જામનગર-ભાવનગર બાદ હવે ભૂજમાં પણ એસ.ટી. બસની એક ટ્રીપની સવલત મળશે :

હેલ્પલાઇન નંબર જાહેર

રાજકોટ એસ.ટી.ના ડિવીઝનલ નિયામક શ્રી યોગેશ પટેલે ''અકિલા'' ને જણાવ્યું હતું કે જામનગરથી રાજકોટ, ભાવનગરથી રાજકોટ-સુરેન્દ્રનગર-જુનાગઢ વાયા રાજકોટ બસ બાદ વધુ એક જીલ્લામાં એક ટ્રીપની જાહેરાત કરાઇ છે,  હવેથી ભૂજથી રાજકોટ વાયા મોરબી થઇને વધુ એક બસની સવલત મળશે : બપોર સુધીમાં રાજકોટથી તાલુકા વાઇઝ ૪૦ ટ્રીપો થઇ છે : હેલ્પલાઇન નંબર ૬૩પ૪૯ ૧૮૭૩૮ જાહેર કરાયા છે.

(2:57 pm IST)