Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

મહેસુલના કર્મચારીઓ શ્રમિકો માટે ફરજ બજાવે તો જ પંચાયતના તલાટીઓ બજાવશે

રાજકોટ જિલ્લા તલાટી મંડળનો કલેકટર ડી.ડી.ઓને પત્ર

રાજકોટ,તા.૨૧: રાજકોટ જિલ્લા તલાટી ક્રમ મંત્રી મંડળના પ્રમુખ ચિરાય ગરૈયાએ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારને પત્ર પાઠવી શ્રમિકોની ટ્રેઇન વ્યવસ્થાને લગતી કામગીરીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે

રાજકોટ જિલ્લામાંથી  પરપ્રાંતિય મજુરો પાસેથી ટ્રેનના ભાડા પેટે પૈસાની ઉઘરાણી કરવાની કામગીરી આજ દિન સુધી પંચાયતના કર્મચારી તથા પંચાયતના તલાટી કમ મંત્રી રેવન્યુ વિભાગ સાથે હળીમળીને કરી છે. દિવસ રાત જાગીને આખી રાત મજુરો પાસે થી પૈસા ઉઘરાવવાની કામગીરી તલાટી કમ મંત્રીઓ જીવના જોખમે કરે છે. હાલ ત્રણ દિવસ પહેલા મહેસુલ મંડળે એવી જાહેરાત કરેલ છે કે આવી કામગીરીથી અમારા કર્મચારીને ચેપ લાગવાનું જોખમ રહેલુ છે. આ કામગીરી આપણી પંચાયત વિભાગ એ પુરા ખંત અને ઈમાનદારીથી કરેલ છે. પરંતુ મુળ કામગીરી મહેસુલ વિભાગની હોઈ તેમ છતા તેના કર્મચારી ચેપ લાગવાનું કારણ દર્શાવી આ કામગીરી કરવાનો બહીષ્કાર કરેલ હોય, તો પંચાયતના તલાટી મંત્રીશ્રીઓ પણ આ કામગીરીથી અળગા રહેશે. અન્ય તમામ કામગીરી આપણે કરીશુ પરંતુ મહેસુલ વિભાગના કર્મચારી આ કામગીરીમાં સાથ આપશે તો જ આપણે આ કામગીરી કરીશુ. અન્યથા પંચાયત વિભાગના તલાટી મંત્રી પણ પૈસા ઉદ્યરાવવાની કામગીરીથી દૂર રહેશે.(૨૨.૧૧)

(10:45 am IST)