Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

હોસ્પીટલોની જરૂરીયાતનું સંકલન કરીને ઓકસીજન અપાશેઃ ઉત્પાદન વધારવા પ્રયાસ

રાજયવ્યાપી ઓકસીજનની વ્યવસ્થા માટે સચિવ ધનંજય દ્વિવેદીને જવાબદારી : છેલ્લા ૭ દિવસના વપરાશનું વિશ્લેષણઃ વિતરકને અગાઉથી જાણ કરાશે

રાજકોટ, તા., ર૧: રાજયમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં જબ્બર ઉછાળો આવતા રાજય સરકારે રાજયવ્યાપી વિતરણ વ્યવસ્થા ગોઠવવા જળસંપતી વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદીને જવાબદારી સોંપી છે.

શ્રી ધનંજય દ્વિવેદીએ વિતરાગ વ્યવસ્થા સુદ્રઢ કરવા માટે પ્રયાસ હાથ ધર્યા છે. સરકારી અને ખાનગી મોટી હોસ્પીટલોમાં છેલ્લા ૭ દિવસનો વપરાશ વગેરેની માહીતી મેળવી જરૂરીયાત મુજબ ઓકસીજન પુરો પાડવામાં આવશે. દરેક જીલ્લાને જરૂર મુજબ ઓકસીજન મળી રહે તે માટે જરૂરીયાતની આગોતરા માહીતી મેળવી પરીવહન માટે વિતરકને અગાઉથી જ જણાવી દેવામાં આવશે. ઓકસીજનની માંગમાં ધરખમ વધારો થતા રાજયમાં ઓકસીજન ઉત્પાદન વધારવા માટે પ્રયાસો થઇ રહયા છે.

(4:19 pm IST)
  • રાફેલ ફાઇટર જેટનો 5મો જથ્થો નવા 4 ફાઇટર જેટ સાથે આજે સાંજે ફ્રાન્સથી ભારત આવી પહોંચ્યો : આ સાથે હવે ભારતીય વાયુ સેના પાસે 18 રાફેલ ફાઇટર જેટની તાકાત થઈ access_time 11:35 pm IST

  • રાજકોટમાં ગરમીમાં આંશિક રાહતઃ ૩૯ ડીગ્રીઃ પવનની ઝડપ ૧૨ કિ.મી. access_time 4:08 pm IST

  • આજે રાજકોટ કોર્પોરેશને સાંજે જે નવા કોરોના કેસની યાદી બહાર પાડી છે તેમા અને ગાંધીનગરથી છેલ્લા 24 કલાક ના નવા કોરોના કેસના અકડાઓમાં વિસંગતતા જણાતા અકિલા એ રાજકોટ મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ ને આ બાબતે પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટ કોર્પોરેશને સાંજે જે આંકડાઓ દર્શાવ્યા છે તે છેલ્લા 24 કલાકના છે, નહિ કે બપોરથી સાંજના. એટલે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 397 નવા કોરોના કેસ નોંધાયાનું શ્રી ઉદિત અગ્રવાલે અકિલા ને જણાવ્યું છે. access_time 9:23 pm IST