Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

વહીવટી તંત્રને સેવાભાવી સંસ્થાઓનો ટેકો

સમરસમાં દર્દીઓના સગા -સંબંધીઓ માટે ભોજનની વ્યવસ્થા

રાજકોટઃ પરિવારના સભ્યને કોરોના થયો હોય અને તે હોસ્પિટલમાં હોય તેની ચિંતામાં રાજકોટની સમરસ હોસ્પિટલ બહાર ઉભેલા તેના સ્વજનો રાત્રે વહેલા મોડું થાય અને કર્ફ્યું લાગી જાય ત્યારે ભોજન માટે કયાંય જઈ શકતા ન જિલ્લા વહીવટીતંત્રએ સેવાભાવી લોકો ની મદદ લઈને દર્દીના સગા સંબંધીઓ માટે પણ ભોજનની વ્યવસ્થા કરી છે.

રાજકોટની સમરસ હોસ્ટેલ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ દર્દીઓ માટે જિલ્લા તંત્ર દ્વારા ભોજન અને નાસ્તા સહિત દિવસમાં ચાર વખત શુદ્ઘ અને સાત્વિક ભોજનની વ્યવસ્થા તો છે જ પરંતુ હવે દર્દીના સગા સંબંધીઓ કે જે બહારગામથી આવે છે તેમના માટે લોક સહયોગ થકી ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ થઈ છે. બહારગામથી આવેલા દર્દીના સગા સંબંધીઓએ જિલ્લા વહીવટી તંત્રની આ કામગીરીને આવકારી છે.

ગઈકાલે ૬૦ પરિવારજનોએ ભોજન લીધું હતું .હવે નિયમીત જેટલા પણ બહારગામના વ્યકિતઓ દર્દીઓના સગા સંબંધીઓ હશે તેમને સાંજે શુદ્ઘ અને સાત્વિક ભોજન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમરસ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં દર્દીના સગા સંબંધીઓ માટે મંડપ વ્યવસ્થા કરીને હેલ્પલાઇન અને અન્ય મદદ માટે વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

(4:13 pm IST)