Gujarati News

Gujarati News

News of Tuesday, 21st April 2020

લોકોએ માસ્ક ભંગનો ૯ લાખ દંડ ભર્યો

છેલ્લા ૭ દિવસમાં ૯૦૫ લોકો માસ્ક પહેર્યા વિના ઝડપાયા : સૌથી વધુ સામાકાંઠે ૪૦૩ દંડાયા : આજે વધુ ૫૫ લોકો માસ્ક વગર ઝડપાયા : ૫૫ હજારનો દંડ

રાજકોટ તા. ૨૧: શહેરમાં ફરજિયાત માસ્ક અંગેના જાહેરનામાના ભંગ બદલ તા. ૧૩થી તા. ૨૦ સુધીમાં ૯૦૫ લોકો દંડાયા હતા અને રૂપિયા ૯ લાખ દંડ ભર્યો છે. જેમાં સૌથી વધુ ઇસ્ટ ઝોન એટલે સામાકાંઠા વિસ્તારમાં ૪૦૩ લોકો માસ્ક વિના નિકળ્યા હતા.

શહેરમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એપિડેમીક ડિસીઝ એકટ, ૧૮૮૯ અનુસાર રાજકોટ શહેરમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરેલ છે, ઘરથી બહાર નીકળનાર વ્યકિતએ મોઢું અને નાક ઢંકાય તે માટે માસ્ક અથવા હાથ રૂમાલ અથવા અન્ય કાપડ મોઢે બાંધવું ફરજીયાત બન્યુ છે. આ જાહેરનામાનો અમલ તા. ૧૩ના રોજ સવાર ૬ વાગ્યાથી શરૂ થઇ ગયેલ છે. 

શહેરમાં મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર કરેલ જાહેરનામાંનો ભંગ કરવા બદલ એટલે કે માસ્ક અથવા મોંઢું ઢાંકયા વગર નીકળતા શહેરના કુલ ૧૮ વોર્ડમાંથી જુદાજુદા ૫૪ પોઈન્ટ પરથી તા. ૧૩ના ૨૪૬, તા. ૧૪ના ૧૬૦, તા. ૧૫ના ૧૩૯, તા. ૧૬ના ૧૦૦ તથા તા. ૧૭ના ૧૧૧ તથા તા. ૧૮ના ૮૩ તેમજ તા. ૨૦ના ૬૬ના સહિત કુલ ૯૦૫ લોકો માસ્ક વિના નીકળતા તેઓએ રૂપિયા ૯,૦૫,૦૦૦ દંડ ભર્યો હતો.  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેરનામાંનો ભંગ કરવા બદલ પ્રથમ વખત રૂપિયા ૧,૦૦૦નો દંડ કરાવવામાં આવશે અને એજ વ્યકિત બીજી વખત ભંગ કરશે તો રૂપિયા ૫,૦૦૦નો દંડ કરવામાં આવશે.  જેમાં આસીસ્ટન્ટ મેનેજર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર એસ્ટેટ ઇન્સ્પેકટર, તેમજ લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરને સત્તા સુપરત કરી શહેરના વિવિધ પોઈન્ટસ પર ફરજ સોંપવામાં આવી છે.

કયાં ઝોનમાં કેટલા દંડાયા

તારીખ

ઇસ્ટ

સેન્ટ્રલ

વેસ્ટ

તા. ૧૩

૧૦૭

૬૨

૭૭

તા. ૧૪

૮૨

૫૩

૨૫

તા. ૧૫

૬૨

૨૪

૫૩

તા. ૧૬

૪૬

૨૨

૩૨

તા. ૧૭

૪૫

૨૫

૪૧

તા. ૧૮

૩૧

૧૩

૩૦

તા. ૨૦

૩૦

૧૩

૨૩

 કુલ

૪૦૩

૨૧૨

૨૮૧

(4:38 pm IST)