Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

જૈન સોશ્યલ ગ્રુપ વેસ્ટને 'બેસ્ટ ગ્રુપ'નો એવોડ

છેલ્લા ૩૮ વર્ષથી કાર્યરત જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ વેસ્ટને સમાજ સેવા અને જીવદયા કાર્યો બદલ સૌરાષ્ટ્ર રીજીયન દ્વારા 'બેસ્ટ ગ્રુપ' નો એવોર્ડ રૂ.૧૫૦૦૦ ના ચેક સાથે એનાયત કરાયો હતો. આ ગૌરવ એવોર્ડ સેલીબ્રેશન પાર્ટીમાં ફેડરેશન અને રીજીયનના હોદેદારોએ ઉપસ્થિત રહી શોભામાં અભિવૃધ્ધિ કરી હતી. આ તકે ખાસ 'ચિત્કાર' નાટકના અદાકાર સુજાતા મહેતા અને જાણીતા અભિનેતા હિતેનકુમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. (૧૬.૩)

 

(4:02 pm IST)