Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

મધુરમ સોસાયટીમાં લાખાભાઇ પરમારના બફના કારખાનામાં ૧.૪૪ લાખની ચોરી

તસ્કરો ઓરડીનો દરવાજો તોડી ઇલેકટ્રીક મોટર, પ બફના આર્ટીકલો, એલ્યુમિનિયમ તથા મેરેબલ ધાતુના બ્રેકેટ ચોરી ગયા

રાજકોટ તા.૨૧: ખોખળદળ નદીના પુલ પાસે મધુરમ સોસાયટીમાં આવેલ બફના કારખાનાને નિશાન બનાવી તસ્કરો ઇલેકટ્રીક મોટર તથા એલ્યુમિનિયમ ધાતુ મળી રૂ.૧. ૪૪ લાખની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે. મળતી વિગતો મુજબ કોઠારીયા રોડ પર નાળોદાનગર-૭માં રહેતા લાખાભાઇ હરિભાઇ પરમાર (ઉ.વ. ૪૫)ના ખોખોળદળ નદીના પુલ પાસે મધુરમ સોસાયટી નદીના કાંઠે આવેલા બફના કારખાનામાં પરમદિવસે રાત્રે તસ્કરોએ પ્રવેશ કરી કારખાનાની ત્રણ ઓરડીમાંથી ત્રીજી ઓરડીનો સિમેન્ટ શીટનો દરવાજો તોડી તેમાંથી બફ કરવાની ઇલેકટ્રીક મોટર, બફના આર્ટીકલો, અલડ્રમ-એલ્યુમિનિયમ ધાતુ તથા મેરેબલ ધાતુના બ્રેકેટ સપોટ મળી રૂ. ૧,૪૪,૮૪૦ ની માલમતા ચોરી ગયા હતા. ગઇકાલે સવારે લાખાભાઇ કારખાને આવ્યા ત્યારે ઓરડીનો દરવાજો તુટેલો જોતા ચોરી થઇ હોવાની ખબર પડી હતી. બાદ તેણે જાણ કરતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ જે.કે. ગઢવી તથા રાઇટર આનંદભાઇએ સ્થળપર પહોંચી લાખાભાઇ પરમારની ફરીયાદ દાખલ કરી તપાસ આદરી છે. (૧.૮)

(4:01 pm IST)