Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

વેકેશન પડી ગ્યુ....

રેસકોર્સમાં ૫ ટેનીશ કોર્ટ ધમધમશે

એથ્લેટીક ગ્રાઉન્ડમાં કોર્પોરેશનના પ ટેનીશ કોર્ટનું સંચાલન ત્રણ વર્ષ માટે ગેલેકસી ગ્રુપને સોપવા દરખાસ્તઃ તંત્રને વર્ષે ૨૫ લાખની આવક

રાજકોટ તા. ર૧ : મ્યુ. કોર્પોરેશન દ્વારા રેસકોર્ષ સંકુલમાં નિર્માણ કરાયેલ ૫ જેટલા લોનટેનીશ કોર્ટ વેકેશનમાં ધમધમતા થશે કેમ કે આ ટેનીશ કોર્ટનું સંચાલન ગેલેકસી ગ્રુપની શૈક્ષણીક સ્થાને સુપ્રત કરવા આગામી સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત રજુ કરાઇ છે.

આ દરખાસ્ત જણાવાયા મુજબ રાજકોટ મહાનગરપાલીકા હસ્તકના રેસકોર્ષ સંકુલ ખાતે નવનિર્મિત પ તથા અન્ય ર એમ કુલ ૮ સીન્થેટીક ટેનીસ કોર્ટનું લોકાર્પણ કરવામાં આવેલ છે જે ટેનીસ કોર્ટ ઉપયોગમાં લેવા સભ્યપદ અંગેના નિયમો/શરતો તથા ફીના ધોરણો સંદર્ભના ઠરાવોથી નકકી કરેલ છે આ ઠરાવ અનુસંધાને રાજોટ મહાનગર પાલિકા હસ્તકના કવિ રમેશ પારેખ રંગ દર્શન પાસે આવેલ નવનિર્મિત પ ટેનીશ કોર્ટ માટેવાર્ષિક ધોરણે ભાડે ેઆપવાના હેતુથી ટેન્ડર મારફત ભાવો મંગાવામાં આવેલ આ સંદર્ભે પ્રસિધ્ધ થયેલ ટેન્ડર માટે મળેલી પ્રી-બીડ મીટીંગમાં નિયત થયા મુજબ ટેનીસ કોર્ટને પ્રતિ બ્લોક ર કોર્ટ દીઠ વહેંચી કુલ ૩ બ્લોક માટે એમ કુલ ૩ એજન્સીઓ દ્વારા ભાવ ભરવામાં આવેલ જે નાયબ કમિશનરશ્રી સમક્ષ ભાવ ભરનાર એજન્સીઓની હાજરીમાં ખોલવામાં આવેલ છે.

જેમાં સૌથી વધુ ભાવો  ધી ગેલેકસી એજયુકેશન સ્ટીટમ ટેનીશ એકેડમ દ્વારા કુલપ  ટેનીસ કોર્ટ માટે રૂારપ૦૦૦ લાખ ભાવ ભરતા આ ભાવો ધ્યાને લેતા આ એજન્સીને ટેન્ડર નિયમોને આધીન લાયક ગણી ઉપરોકત વિગતે કુલ પ ટેનીસ તેમજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના છઠ્ઠા કોર્ટનું મેન્ટેનન્સ સોપવામાં હરકત સરખુ ન હોવાનો અભિપ્રાય છે.

ઉપરોકત વિગતે આવેલ મહત્તમ ભાવો વ્યાજબી જણાતા હોય આવેલ ભાવથી ઉકત ટેનીસ કોર્ટ વર્ક ઓર્ડર થયાની તારીખથી ૩ વર્ષ સુધી ટેન્ડરની શરતો મુજબ ફાળવવા જરૂરી કરાર કરવાનું મંજુર થવા અંગેની આ દરખાસ્ત હવે પછી મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય લેવાશે(૬.૧૯)

(4:00 pm IST)