Gujarati News

Gujarati News

News of Sunday, 21st March 2021

પોકસો એકટના ગંભીર ગુનામાં આરોપીને પકડી લેતી રાજકોટ શહેર IUCAW યુનિટની ટીમ

રાજકોટઃ  શહેરની 17 વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવી નિર્લજ્જ હુમલો કરનાર આરોપીને મહિલા પોલીસની ટીમે પકડી લીધો છે.  આઇ.પી.સી. ક.૩૫૪ (ક),૫૦૬(૨) તથા તેમજ જાતિય ગુનાઓથી બાળકોના રક્ષણ આપતો અધિનિયમ -૨૦૧૨ ની કલમ ૭,૮ મુજબના ગુનાની તપાસ IUCAW યુનિટ હસ્તકની હોઇ સદરહુ ગુનામાં આરોપીએ ફરીયાદીને પ્રેમમાં ફસાવી તેને ઘરે બોલાવી તેની ઇચ્છા વિરુધ્ધ  જાતીય હુમલો કરી આ બાબતે તેણીના ભાઇ તેમજ પપ્પાને ખબર પડી જતા આરોપીને ઠપકો આપતા આરોપીએ ઉશ્કેરાઈ જઇ બદનામ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગંભીર પ્રકારનો ગુન્હો કરેલ હોઇ આરોપીને તુરંતજ પકડી પાડી આરોપીનો કોરોના રિપોર્ટ કરવામાં આવેલ જે નેગેટીવ આવતા આરોપી મયુર રસીકભાઇ પરમાર, ઉવ-૨૧ ધંધો-વેપાર રહે. હાલ કતારગામ નારાયણનગર શેરી નં ૨ બાપા સીતારામ ચોક પાસે સુરત, મુળ- લાલપાર્ક શેરી નં ૧ નહેરુનગર મેઇન રોડની ધરપકડ કરી છે.

આ કામગીરી પો.ઇન્સ  એસ.આર.પટેલ, પો.સબ ઇન્સ. કે.જી.જલવાણી, પો. હેડ કોન્સ હિતેન્દ્રભાઇ ગઢવી ,પો.કોન્સ. હસમુખભાઇ બાલધા, પ્રિયંકાબેન રાજેશભાઇ પરમાર IUCAW યુનિટ, રાજકોટની ટીમે શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશ્નર જે. એસ. ગેડમની સુચના અને માર્ગદર્શન હેઠળ કરી હતી.

(8:13 pm IST)