Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રીબડામાં ક્ષત્રિય આગેવાન રાજદીપસિંહ જાડેજા દ્વારા 5000થી વધુ માસ્ક અને 1000થી વધુ હેન્ડ ગ્લોઝનું વિનામૂલ્યે વિતરણ

રાજદીપસિંહે જનતા કર્ફ્યુમાં જોડાવવા અને કોરોના સામે રક્ષણ મેળવવા અપીલ કરી

રીબડા : આજરોજ રીબડા ખાતે યુવા ક્ષત્રિય આગેવાન રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા કોરોના વાયરસ થી રક્ષણ મેળવવા માટે રીબડા ટોલનાકા પાસે ૫૦૦૦ થી વધું માસ્ક અને ૧૦૦૦ થી વધું હેન્ડ ગ્લોઝ નું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું,

  રાજદીપસિંહ જાડેજાએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના લાખો ફોલોવર્સને અને દેશની જનતાને જનતા કર્ફ્યુમાં જોડાવાનું તેમજ કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવાની અપીલ કરી હતી, રાજદિપસિંહ જાડેજા પોતે સોશિયલ મીડિયા તેમજ સામાજિક ક્ષેત્રે લાખો યુવાનોના રોલ મોડેલ છે અને પોતે ક્ષત્રિય સમાજના યુવા આગેવાન તરીકે સેવાના અનેક કાર્ય કરતા રહે છે.

(12:00 am IST)