Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

કાલે લોકો કર્ફયુમાં સહકાર આપેઃ કોંગ્રેસ

પોલીસ નાના-ગરીબ ધંધાર્થીઓને ખોટી કનડગત ન કરેઃ અશોક ડાંગર-વશરામ સાગઠીયાનો અનુરોધ

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર અને રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની અખબારી યાદી જણાવે છે કે હાલ કોરોના ઙ્ગવાઈરસ ભારત દેશમાં ફેલાયો છે અને તેના ભાગરૂપે આવતીકાલે તા.૨૨/૦૩/૨૦૨૦ના માનવ કર્ફયું જાહેર કરવામાં આવેલ છે ત્યારે આ કર્ફયુંમાં લોકોએ તંત્રને સાથ અને સહકાર આપવો જેથી આ જીવલેણ વાઈરસ ફેલાતો અટકાય અને આવનારા દિવસોમાં કોરોના મુકત ભારત બને અને રાજકોટ બને તેવી લોકો પાસે અપેક્ષા રાખીએ છીએ.

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસને પણ અપીલ કરવામાં આવે છે કે આવતી કાલના દિવસે ઙ્ગનાના-ગરીબ માણસો પોતાને રોજીરોટી અર્થે કદાચ બહાર નીકળ્યા હોય તો તેને હેરાન પરેશાન ના કરવાઙ્ગ કારણકે આ લોકોને એ જ ખબર નથી હોતી કે આજે માનવ કર્ફયું સરકારે જાહેર કર્યું છે કારણકે એ લોકો તો એક ટંકનું લાવી એક ટંકનું ખાવા વાળા છે તેથી તેઓને પોલીસ હેરાન અને કનડગત ન કરે અને રાજકોટની પ્રજાને અમારી વિનંતી સાથ જણાવી એ છીએ કે આવતીકાલના માનવ કર્ફયુંમાં આપ સાથ અને સહકાર આપશો તેવી  રાજકોટની પ્રજાને વિનંતી કરીએ છે.

(4:11 pm IST)