Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

રાજકોટ- સૌરાષ્ટ્રથી મુંબઇ-મહારાષ્ટ્ર જતી તમામ લકઝરી ૩૧ સુધી બંધ

નરેન્દ્રભાઇની હાકલ મુજબ ૨૨મીએ સજજડ બંધ પળાશે : રાજકોટ-ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ એસોસીએશનની બેઠકમાં લેવાયો નિર્ણય

રાજકોટઃ ગઇકાલે સાંજે અહિંના મોટી ટાંકી, અકિલા પાસે આવેલ ઇગલ ટ્રાવેલ્સ ખાતે રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી સર્વિસ એસોસીએશનના પ્રમુખ શ્રી દશરથભાઇ વાળા (ઉપાસના ટ્રાવેલ્સ)ના પ્રમુખ સ્થાને મળેલ મીટીંગમાં આજથી ૩૧ માર્ચ સુધી મુંબઇ-મહારાષ્ટ્ર તરફ જતી સૌરાષ્ટ્ર-રાજકોટની તમામ બસો કોરોના વાયરસ અને સરકારશ્રીની એડવાઇઝરીને લીધે બંધ રાખવા નિર્ણય લેવાયો છે.

આ સાથે જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલ હાકલને માન આપી કોરોના સામેના જંગમાં રાજકોટ-સૌરાષ્ટ્રના તમામ ખાનગી ટ્રાન્સપોર્ટ ચાલકો તા.૨૨ને રવિવારે સજજડ બંધ પાડશે, એકપણ બસ ઉપડશે નહિ. જાહેર પ્રજા અને અમારા હજારો મુસાફર ભાઇ-બહેનો વડીલોને તકલીફ બદલ અમો સહુ દિલગીરી છીએ.

રાજકોટ ટ્રાવેલ્સ ડેઇલી એસોસીએશનના પ્રમુખ શ્રી દશરથભાઇ વાળા (ઉપાસના ટ્રાવેલ્સ), ઉપપ્રમુખ શ્રી હારૂનભાઇ (ગુજરાત ટ્રાવેલ્સ) મહામંત્રી શ્રી મુનાભાઇ (અભિષેક ટ્રાવેલ્સ), મંત્રીશ્રી ભાવેશભાઇ (રામરાજ  ટ્રાવેલ્સ), મંત્રી શ્રી શિવરાજભાઇ (નીતા ટ્રાવેલ્સ) શ્રી હાર્દિકભાઇ (ઇગલ ટ્રાવેલ્સ) આ બેઠકમાં હાજર રહેલ.

(12:47 pm IST)