Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

વિદેશથી આવેલા ર૭ હજારનું લીસ્ટ તૈયાર કરતી ગુજરાત સરકાર રાજકોટના ૧૬૬૦: તમામનું ચેકીંગ માટે ટીમો ઉતારતા કલેકટર

શહેર-જીલ્લામાં તમામને ચેક કરવા ઢગલાબંધ ટીમો ઉતારતા કલેકટરઃ જો લક્ષણો દેખાશે તો આઇસોલેટેડઃ નહી તો ઘરમાં કોરોના ટાઇન કરાશે : અત્યાર સુધી 'ગેપ' હતો પણ હવે ભારત સરકાર પાસેથી લીસ્ટ મળી ગયું: એક પરિવાર દીઠ એક આરોગ્ય અધિકારી પણ તૈનાત કરી દેવાયા... : આરોગ્ય અધિકારી-તલાટી-મામલતદાર-ડે. કલેકટરો સહિત તમામને જવાબદારી વિદેશથી મુંબઇ – દિલ્હી - અમદાવાદ આવ્યા બાદ રાજકોટ ૧૬૬૦ લોકો આવી પહોંચ્યા છે

રાજકોટ તા. ર૧ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે સવારે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વિદેશથી ગુજરાત આવેલા કુલ ર૭ હજારનું ફાઇનલ લીસ્ટ ગુજરાત સરકારે મેળવી લીધુ છે, અત્યાર સુધી એરપોર્ટ પરથી મળતા લીસ્ટમાં ગેપ હતો પરંતુ હવે ફાઇનલ લીસ્ટ ભારત સરકારની મદદથી મેળવી જે તે જીલ્લાના કલેકટરોને ફાળવી દીધું છે.

કલેકટરે જણાવ્યું હતું કે રાજકોટ શહેર - જીલ્લાના આ ર૭ હજારમાંથી કુલ ૧૬૬૦ હોવાનું લીસ્ટ આપ્યું છે, આ તમામ રાજકોટ શહેર અને જૂદા ગ્રામ્ય પંથકના છે, આ તમામનું આજથી ચેકીંગ કરવા - પરિવારની તબીયત કેવી છે, તે કોનાકોના સંપર્કમાં છે, તેમના સ્ટીમટમલ કેવા છે.

શંકાસ્પદ લક્ષણો છે કે કેમ, વિગેરે ચકાસવા આદેશો કર્યા છે, આ માટે તમામ મેડીકલ ઓફીસર, અને આરોગ્ય અધિકારી, તલાટીઓ - મામલતદરો - ઙે કલેકટરોને જવાબદારી સોંપી દીધી છે.

કલેકટરે જણાવ્યું હતું કે આજથી જ આ બધાને ચેક કરી જરૂર મુજબ કાર્યવાહી થશે, જો જે તે પરિવારમાંથી કોઇને લક્ષણો દેખાશે, શંકાસ્પદ બાબત હશે તો તેમને આઇસોલેટેડ કરાશે, અને જો કાંઇ નહિ હોય તો તેમને ઘરમાં  જ 'કોરોન ટાઇન' કરી દેવાની પણ સુચના અપાઇ છે. કલેકટર દ્વારા ધડાધડ પગલા લેવાઇ રહયા છે.

(11:45 am IST)