Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

મધ્ય પ્રદેશની ૮ વર્ષની બાળાને શોધી કાઢતી રાજકોટ તાલુકા પોલીસ ટીમ

રાજકોટઃ મધ્ય પ્રદેશના બૈતુર જિલ્લાના ઘાટ બીરોલી ગામની વંદના શંકરભાઇ વિશ્વકર્મા નામની ૮ વર્ષની બાળા લાપત્તા થઇ જતા રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશનની ટીમે શોધી કાઢી હતી. આ કામગીરી માટે નાયબ પોલીસ કમિશ્નર હર્ષદ મહેતા, અે.સી.પી. ક્રાઇમના જે.અેચ. સરવૈયા, પી.આઇ. વી.અેસ. વણઝારા, અેન.ડી. ડામોર સહિતનાઓઅે કામગીરી કરી હતી.

(8:20 pm IST)
  • દિલ્હી : દ્વારકાની ઈપીએફ ઓફીસમાં બનાવટી ખાતા કૌભાંડ : કરોડો જમા કરાવ્યા : નવી દિલ્હી : કૌભાંડોની હારમાળામાં વધુ એક કૌભાંડ ઉમેરાયુ : દિલ્હીના દ્વારકા ખાતેની ઈપીએફ ઓફીસમાં ૪ કરોડ રૂપિયા બનાવટી ખાતાઓમાં જમા કરાયાની એફઆઈઆર નોંધાવાઈ : ૧ કર્મચારીની ધરપકડ થઈ access_time 3:41 pm IST

  • રાજકોટમાં પવનની ઝડપમાં વધારો : ગરમીમાં ઘટાડો :બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ ૨૪ કિ.મી.ની ઝડપે અને એવરેજ ૧૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૩૩.૬ ડિગ્રી તાપમાન : ગરમીમાં ઘટાડો થતા આંશિક રાહત access_time 4:23 pm IST

  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST