Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

ધો.૧૦ માં ગણીત વિષયમાં ગ્રેસીંગથી છાત્રોને ન્યાય ન મળે તો ફરીથી પરીક્ષા લેવી જોએઃ બારોટ-કોરાટની માંગ

શિક્ષણ બોર્ડના અધ્યક્ષને રજુઆતઃ બ્લુ પ્રિન્ટ મુજબનું પ્રશ્નપત્ર હોવુ જોઇએ

રાજકોટ તા. ર૧ : ગઇકાલે ધો.૧૦નું ગણીતનું પ્રશ્નપત્ર અઘરૂ નીકળ્યા બાદ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ  ફેલાયો છે ત્યારે શિક્ષણ બોડના બે જાગૃત સભ્યોએ ગણીતની પરીક્ષા ફરીથી લેવાની માંગ કરી છે.પરીક્ષાની ફરીથી લેવાય.

શિક્ષણ બોર્ડના ડો. નિદત બારોટ પ્રિયવદન કોરાટ ભાર વગરના ભણતરની વાતો સાથે અનેક વર્ષોથી શિક્ષણમાં અને ખાસ કરીને શાળાકીય શિક્ષણમાં તબકકાવાર સુધારો કરવાની દિશામાં સૌ પ્રયત્નશીલ છીએ. ભાર વગરનું ભણતર એટલે વિદ્યાર્થી આનંદથી ભણે અને યોગ્ય મુલ્યાંકન પધ્ધતીમાં મુલ્યાંકન એટલે વિદ્યાર્થીની વાર્ષિક પરીક્ષા અને તેનું પરિણામ ગુજરાતના અંદાજે ૧૪ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ધો.૧૦ ની પરીક્ષા આ વર્ષે આપી છે. ગઇકાલે લેવાયેલ ગણીત વિષયની પરીક્ષામાં પ્રથમ દર્શીય રીતે પેપર સેટરની ગંભીર ભુલ થઇ હોય તેવું જણાય છ.ે  વિદ્યાર્થીઓને બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્રમાં પ્રશ્ન પુછાય તેવું અપેક્ષીત હોય છે. વિદ્યાર્થીએ સમગ્ર વર્ષ દરમિયાન આ વાતને ધ્યાને પરીક્ષાની તૈયારી કરી હોય છે.બ્લુ પ્રિન્ટમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારના દાખલા અથવા થીયરી કયા પ્રકરણમાંથી પુછાશે તેનો સ્પષ્ટ ખ્યાલ હોય છે. વિદ્યાર્થીએ આવી જ રીતે તૈયારી પણ કરી હોય છ.ે

માધ્યમિક શિક્ષણ બોર્ડની જવાબદારી હોય છે કે વિદ્યાર્થીઓને જે પ્રમાણે તૈયારી કરવાનું શાળાઓ દ્વારા માર્ગદર્શન અપાયું હોય તેને અનુરૂપ મુલ્યાંકન માટે પ્રશ્નપત્ર તૈયાર થાય. પ્રશ્નપત્ર તૈયાર કરવામાં મુખ્ય સિધ્ધાંત એ હોય છે. કે પ્રશ્નનો ક્રમ સરળથી કઠીન તરફનો હોવો જોઇએ વિદ્યાર્થી આપે ત્યારે શરૂઆતમાં પ્રમાણમાં સરળ પ્રશ્નો પુછવામાં આવે તો વિદ્યાર્થીઓ પૂર્ણ આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે આ વખતના ગણિતના પેપરમાં આનાથી તદ્દન વિપરીત વ્યવસ્થા જોવા મળી સમગ્ર પ્રશ્નપત્રમાં બ્લ્ુ પ્રિન્ટ મુજબ કોઇ ધરા-ધોરણ જળવાયા નથી પ્રકરણ પ્રમાણે પ્રશ્નોનો ગુણભાર જળવાયો નથી સેકશન એ જે પ્રમાણમાં સરળ હોવું જોઇએ તેની બદલે સૌથી વધારે કઠીન હતું નાના બાળકોના માનસ ઉપર અત્યંત વિપરીત અસર પડતા તેઓ આગળના સરળ મુદાઓ પણ સારી રીતે લખી શકયા નથી તેવી વ્યાપક ફરીયાદ અનેક શાળાના શિક્ષકોએ અને વિદ્યાર્થીઓએ કરી છે. વિદ્યાર્થીઓ માટે આ અત્યંત મહત્વનું વર્ષ હોય ત્યારે બોર્ડ તરફથી થયેલી ભુલ ગંીભરતાથી લેવાવી જોઇએ તાત્કાલીક અસરથી વિષય નિષ્ણાંતોનો અભિપ્રાય મેળવી હાલમાં લેવાયેલ ગણિત વિષયની પરીક્ષા જરૂર પડે તો  રદ કરી ફરીથી લેવી જોઇએ માત્ર ગ્રેસિંગ કરી દેવાથી વિદ્યાર્થીઓને ન્યાય આપી શકાશે નહિ. ગુજરાતનો વિદ્યાર્થી જો માધ્યમિક શિક્ષણ બોર્ડની ભુલને લીધે જાય તે યોગ્ય જણાતુ઼ નથી. ફરી પરીક્ષા લેવા માટેની જે કોઇ વ્યવસ્થા ઉભી કરવાની થાય તે ગોઠવવાની અમારી માંગણી છ.ે

(4:37 pm IST)