Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

સાંપ્રત સમયમાં પ્રાકૃતિક ચિકિત્સા વિશે પરિસંવાદઃ દિલ્હીના લક્ષ્મીદાસજીએ વિદ્યાર્થીઓને આપ્યુ માર્ગદર્શન

રાજકોટઃ આજની ભાગદોડ વાળી દિનચર્યા, તણાવભર્યું વાતાવરણ અને વધતા રોગોને કારણે લોકો હવે પ્રાકૃતિક ચિકિત્સા તરફ વળવા લાગ્યા છે. વિશ્વેશ ઈન્સ્ટિટ્યુટ ઓફ નેચરોપેથી એન્ડ યોગ, લોકોને આ કુદરતી ચિકિત્સા પધ્ધતિ તરફ લઈ જવા પ્રશિક્ષણ, તાલિમ અને સારવાર દ્વારા પ્રયાસો કરે છે.

ગાંધી સ્મારક પ્રાકૃતિક ચિકિત્સા સમિતિ નવી દિલ્હી સંલગ્ન આ સંસ્થા દ્વારા તાજેતરમાં રાજકોટના નાગરિકો માટે રાષ્ટ્રીયશાળા ખાતે સાંપ્રત સમયમાં પ્રાકૃતિક ચિકિત્સા- એક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સમિતિના અધ્યક્ષ શ્રી લક્ષ્મીદાસજી નવી દિલ્હીથી ઉપસ્થિત હતા. આ ઉપરાંત હાજર રહેલ ૩૦૦ થી વધારે પ્રશિક્ષણાર્થીઓને માર્ગદર્શન આપવા, ટાઈનીટેકના વેલજીભાઈ દેસાઈ, ઉદ્યોગભારતી - ગોંડલના ચંદ્રકાન્તભાઈ પટેલ, રમેશભાઈ સાહોલીયા વગેરે નિષ્ણાતો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યકત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન માધવીબેન પાઠક, સંસ્થાના અગ્રણીઓ તેમજ વિદ્યાર્થીઓએ કર્યું હતું. દેવાંશ કોમ્પેલક્ષ, ૨- તિરૂપતિનગર સ્થિત વિશ્વેશ ઈન્સ્ટિટયૂટમાં દવા વગર સાજા થવા માટેનું માર્ગદર્શન અને સારવાર આપવામાં આવી રહયાનું દિક્ષેશ પાઠકની યાદીમાં જણાવાયું છે.(તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:27 pm IST)
  • સિંગર અલકા યાજ્ઞિક આજે પોતાનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. અલકાનો જન્મ કલકત્તાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. અલકાએ પોતાના માતા શુભા યાજ્ઞિક પાસેથી શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો હતો. અલકાએ 1989માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી, પણ પોતાના કામને કારણે તેમણે આ નિર્ણય લીધો છે. access_time 1:49 am IST

  • કૌભાંડના નાણાની રિકવરી માટે પીએનબી કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરશે : દોષિત કર્મચારીઓની ભારત બહારની એસેટ્સ પરત મેળવવા બેન્ક સક્રિય access_time 12:53 pm IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST