Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

આર્થિક જરૂરતવાળા દર્દીઓ માટે પંચનાથ નિદાન કેન્દ્રની આધુનિક લેબ 'મહા-આર્શીવાદરૂપ'

ફૂલ બોડી ચેકઅપ માટેના બ્લડ - યુરીનના તમામ રીપોર્ટ માત્ર રૂ.૮૦૦* સુગર ટેસ્ટ ૧૦ રૂ. * યુરિનનો સંપૂર્ણ રીપોર્ટ ૨૦ રૂ. * કિડનીના બધા ટેસ્ટો માટે રૂ.૧૫૦૯ : સીબીસી - હિમોગ્લોબીન - ડબલ્યુબીસી સહિતના મોંઘા ટેસ્ટ માત્ર રૂ.૮૦માં દર વર્ષે ૫૦ હજાર દર્દીઓ પંચનાથ લેબોરેટરીમાં રાહતદરે રીપોર્ટ કરાવે છે : દેવાંગ માંકડ

રાજકોટ, તા. ૨૧ : શહેરનું પ્રાચીન શિવાલય - પંચનાથ મહાદેવ મંદિરના વ્યવસ્થાપક ટ્રસ્ટ પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના શિવભકત અને સેવાભાવી ટ્રસ્ટીઓ દ્વારા શિવ ઉપાસનાને સમાંતર લોકસેવાના અનેક સદ્દકાર્યો થાય છે. મંદિરના પ્રાંગણમાં છેલ્લા ૧૫ વર્ષથી પંચનાથ નિદાન કેન્દ્રમાં અદ્યતન પંચનાથ લેબોરેટરી છે, જે જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે.

આજકાલ વિવિધ ગંભીર રોગના નિદાન - ટેસ્ટ ખૂબ ખર્ચાળ છે, સામાન્ય અને ગરીબ માણસોને પોષાતા નથી ત્યારે પંચનાથ નિદાન કેન્દ્રમાં નાના મોટા વિવિધ રોગોના નિદાન સેવાભાવનાથી બિલકુલ મામૂલીદરે કરી આપવામાં આવે છે.

પંચનાથ રોગ નિદાન કેન્દ્રની સમયને અનુરૂપ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝડ લેબોરેટરીની વિગતો અને વિવિધ રોગ નિદાનની વિગતો આપતા ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ (મો.૯૮૨૪૪ ૦૭૮૩૯) જણાવે છે કે ૨૦૦૩માં શરૂ થયેલ આ પંચનાથ લેબોરેટરીમાં એમડી પેથોલોજીસ્ટના ફુલટાઈમ નિર્દેશનમાં સુગર ટેસ્ટ માત્ર રૂ.૧૦માં થાય છે. યુરિનનો સંપૂર્ણ રીપોર્ટ માત્ર રૂ.૨૦માં કરી આપવામાં આવે છે. કિડનીના દરેક ટેસ્ટ જેમાં યુરીક એસીડ, યુરીયા, ક્રિએટીનીન ટેસ્ટ સહિતના ટેસ્ટ રીપોર્ટ માત્ર રૂ.૧૫૦માં કરી આપવામાં આવે છે. સીબીસી, હિમોગ્લોબીન, ડબલ્યુ.બી.સી., એમ.સી.વી., એમ.સી.એચ. અને એમ.સી.એચ.સી. જેવા તમામ મોંઘી ફીના ટેસ્ટ રીપોર્ટ માત્ર રૂ.૮૦માં કરી આપવામાં આવે છે. ટ્રસ્ટ સંચાલિત આ લેબોરેટરીમાં અદ્યતન મશીનરી ERBA-EM-200 ફુલી ઓટોમેટીક એનેલાઈઝર ઉપલબ્ધ છે.

ઉપરાંત ખ્યાતનામ કંપનીનો XCESS-800-1, ERBA-5 Part એનેલાઈઝર સહિતની વિવિધ મશીનરી સાથેની આ લેબોરેટરી સંપૂર્ણ કમ્પ્યુટરરાઈઝડ છે. રોગનો ટેસ્ટ રીપોર્ટ દર્દીને અને ડોકટરને એસએમએસ અને ઈ-મેઈલથી મોકલવામાં આવે છે. દર વર્ષે આશરે ૫૦,૦૦૦ જેટલા દર્દીઓ આ પંચનાથ લેબોરેટરીમાં રાહતદરે નિદાન (રીપોર્ટ) કરાવે છે.

બાળકોના સ્પેશ્યાલીસ્ટ આરતીબેન કેકૈયાની નિયમીત સેવા મળશે

બાળકોના વેકસીન (રસીઓ) રાહતદરે

રાજકોટ : શ્રી પંચનાથ મહાદેવ ટ્રસ્ટ સંચાલિત નિદાન કેન્દ્રમાં ગુરૂવારથી નિયમિત બાળકોના ડોકટર (પેડીએટ્રીસીઅન)ની સેવાઓ મળશે. આરતીબેન કકૈયા બાળકોના સ્પેશ્યાલીસ્ટ ડોકટર છે. તેઓએ એમબીબીએસ જામનગરથી કરેલ છે. જયારે ડીસીએચ પણ જામનગરથી ૨૦૦૨માં પૂર્ણ કરેલ છે. તેઓ બહોળો અનુભવ ધરાવે છે. તેમને સાધુ વાસવાણી હોસ્પિટલ, વોકહાર્ટ હોસ્પિટલ- રાજકોટ, સદ્દગુરૂ ચિલ્ડ્રન હોસ્પિટલ, આઈઓસી હોસ્પિટલ-બરોડા, સમર્પણ હોસ્પિટલ - જામનગર જેવી નામાંકિત હોસ્પિટલમાં ફરજ બજાવેલ છે.

તદ્દઉપરાંત તેઓએ બાળકો માટેના ટીવી ટોકશોમાં પણ ભાગ લીધેલ છે. તેઓ વેકસીનેશન અને ઓબેસીટી ઈન ચાઈલ્ડહૂડ વિષય ઉપર માર્ગદર્શન આપેલ છે. પંચનાથ નિદાન કેન્દ્રમાં ખૂબ જ રાહતદરે વેકસીન (રસીઓ) બાળકોને મૂકવામાં આવે છે. વેકસીન જેવી કે ચીકન પોકસ (અછબડા), એમએમઆર, ટાઈફોઈડ, Hip-B (ઝેરી કમળો), ઓરી, મગજનો તાવ (એચઆઈબી), રોટરીક્ષ (ઝેરી ઝાડા), નીમોનીયા બાળકોને રાહત દરે મૂકવામાં આવે છે. બાળકોના નિદાનનો સમય સોમવારથી શનિવાર સવારે ૯:૩૦ થી ૧૨ વાગ્યાનો રહેશે. તેમ પ્રમુખ શ્રી દેવાંગભાઈ માંકડ અને સેક્રેટરી શ્રી તનસુખભાઈ ઓઝાની યાદીમાં જણાવાયુ છે.

(4:13 pm IST)
  • ભરતસિંહ સોલંકીએ અમેરિકાનો પ્રવાસ રદ્દ કર્યો : કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પોતાનો અમેરિકાનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો છેઃ તાજેતરમાં તેમના રાજીનામાની જોરદાર અફવાઓ ઉઠી હતીઃ બાદમાં ભરતસિંહે રાજીનામું આપ્યું નહિ હોવાનું જણાવેલ access_time 12:53 pm IST

  • રશિયાના રાષ્ટ્રપતિ આ ઉંમરે પણ પોતાની ફિટનેસને લઈ ભારે ચર્ચામાં છે. ત્યારે એક લોકલ ટીવી ચેનલ ‘કેપિટલિસ્ટ ટીવી દાવો કર્યો હતો કે, પુતિન પોતાની સમાગમ શક્તિ વધારવા માટે સાઇબેરીયના હરણના શિંગળાના લોહીથી ન્હાય છે. ચેનલે દાવો કર્યો હતો કે,2016માં પુતિન માટે આ હરણોનો લગભગ 70 કિલો શીંગળા કાપવામાં આવ્યા હતા. access_time 2:12 am IST

  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST